નવી દિલ્હી : કિંગફિશર કેલેન્ડર ગર્લ રહેલી ચર્ચાસ્પદ મોડેલ પૂનમ પાંડેને પ્રસિદ્ધિમાં રહેતા સારી રીતે આવડે છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. હવે તેણે એક એવો સવાલ કર્યો છે કે જેણે તેને ચર્ચાના ચકડોળે ચડાવી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે એક વિવાદિત સવાલ પૂછી લીધો છે. હાલમાં પૂનમે ટ્વીટ કરીને પૂછ્યું છે કે, “ખાલી પૂછું છું.. શું કોન્ડોમનો પણ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સમાવેશ કરાયો છે.”


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...