મુંબઇ: રાજ કુન્દ્રાના (Raj Kundra) પોર્નોગ્રાફી મામલે (Pornography Case) દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં છે, તે છે શર્લિન ચોપડાનું (Sherlyn Chopra). શર્લિન ચોપડાએ તેનું નિવેદન ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલમાં નોંધાવ્યું છે. જેના કારણે હવે રાજ કુન્દ્રાની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. શર્લિન ચોપડાએ રાજ અને શિલ્પાને લઇને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યુડ ફિલ્મ બનાવવાનું કામ આ રીતે થયું શરૂ
શર્લિન ચોપડાએ (Sherlyn Chopra) કહ્યું કે રાજ કુન્દ્રા દ્વારા ફિલ્મો બનાવવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પહેલા તેને ગ્લેમર વિશે કહેવામાં આવ્યું હતું કે ત્યાં ગ્લેમરસ ફિલ્મો હશે, ત્યારબાદ તેને ગ્રીડ ગ્લેમર વિશે કહેવામાં આવ્યું અને ત્યારબાદ તેણે એરોટિકા બનાવવાની માંગ કરી, ત્યારબાદ તેને ન્યુડ ફિલ્મો બનાવવા માટે કહેવામાં આવ્યું અને આ રીતે ફિલ્મો બનાવવાનું કામ શરૂ થયું.


આ પણ વાંચો:- Honey Singh એ જાહેર કર્યું નિવેદન, પત્નીના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું- જલદી સત્ય સામે આવશે


શિલ્પા પાઠવતી હતી શુભેચ્છા
વધુમાં શિલ્પાનું નામ લેતા શર્લિન ચોપડાએ (Sherlyn Chopra) કહ્યું, 'અમને કહેવામાં આવ્યું હતું કે અમે જે કરી રહ્યા છીએ તે ખોટું નથી, તે દરમિયાન અમને કોઈ કાનૂની નોટિસ આપવામાં આવી ન હતી. તે સમયે એવું લાગતું નહોતું કે કંઇ ખોટું થઈ રહ્યું છે. જ્યારે રાજ કુન્દ્રા અને શિલ્પા (Shilpa Shetty) મને શુભેચ્છા પાઠવતા ત્યારે મને ક્યારેય ખોટું લાગ્યું નહીં. આ લોકો જે સારી બ્રાન્ડ સાથે સંકળાયેલા છે, મોટા એવોર્ડ શો સાથે જોડાયેલા છે. જો તમારી પોતાની ક્રિકેટ ટીમ હોય તો તમે ક્યારેય વિચારતા નથી કે માણસ ખોટો હોઈ શકે છે.


તમને જણાવી દઇએ કે, ગેહના વશિષ્ઠના બેલ એપ્લિકેશન અને રાજ કુન્દ્રાની અગોતરા જામીન અરજી પર મુંબઇ સેશન કોર્ટ ટૂંક સમયમાં ચૂકાદો આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube