નવી દિલ્હીઃ બોલીવુડના ક્યૂટ કપલની વાત કરવામાં આવે તો આજના સમયમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. પરંતુ રણવીરને ડેટ કરતા પહેલા આલિયા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે રિલેશનશિપમાં હતી. સિદ્ધાર્થ અને આલિયાએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. સિદ્ધાર્થ અને આલિયાની જોડી રીલ અને રિયલ બંન્ને જગ્યાએ હિટ રહી પરંતુ કેટલાક સમયથી બંન્નેના સંબંધોમાં કળવાશ આવી અને સંબંધ તૂટી ગયો. સિદ્ધાર્થ અને આલિયાના બ્રેકઅપનું કારણ અભિનેત્રી જૈકલીન ફર્નાડિઝની સાથે અભિનેતાનું નજીક આવવું જણાવવામાં આવ્યું હતું. આ રવિવારે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ગેસ્ટ બનીને આવેલા સિદ્ધાર્થે પોતાના સંબંધ વિશે નવો ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થે પોતાના અફેરના સત્ય વિશે વાત કરતા કહ્યું કે, જેકલીન તેની એક ખૂબ ખાસ મિત્ર છે અને તેનું આ બોન્ડિંગ ફિલ્મ અ જેન્ટલમન દરમિયાન થયું હતું. સિદ્ધાર્થે કહ્યું કે, મારા અને જેકલીન વચ્ચે કંઇ નથી અને અમે ક્યારેય ડેટ કર્યું નથી. અમને બંન્નેને એકબીજા સાથે રહેવું સારૂ લાગે છે. 


કરણે જ્યારે સિદ્ધાર્થને પૂછ્યું કે શું તે કિયારા અડવાણીની સાથે રિલેશનશિપમાં છે, જેવું સમાચારોમાં સાંભળવા મળી રહ્યું છે? આ સવાલના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું કે, જેટલી ખબરોમાં મારી લાઇફ સારી દેખાઈ છે તેમ ચાલી રહી નથી. ખરેખર તે સત્ય હોત. હું અને કિયારા જલ્દી એક ફિલ્મ કરવાના છીએ પરંતુ અત્યારે હું સિંગલ છું. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર