નવી દિલ્હી : નાના પડદાથી માંડીને સોશિયલ મીડિયા પર રાજ કરનારી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) હવે વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મમાં જોવા મળશે. હિના ખાને હવે વિક્રમ ભટ્ટ સાથેની ફિલ્મ હેક્ડ (Hacked)નું શૂટિંગ આટોપી લીધું છે. હવે આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. હવે આ ફિલ્મનું એક મોશન પિક્ચર રિલીઝ કરાયું છે જેમાં હિના ખાન બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાના નકારાત્મક પાસાઓ વિશે વાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુહી ચાવલાનો દીકરો આજકાલ ભારે ચર્ચામાં, ભલભલા સ્ટાર્સ સંતાનો ઝાંખા પડે એવું કર્યું કામ


આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું મોશન પિક્ચર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. આ મોશન પોસ્ટરને હિરોઇને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યું છે. આ પોસ્ટરને 15 લાખને કારણે 4 લાખ કરતા વધારે લાઇક મળી છે. ફિલ્મમાં હિના ફેશન મેગેઝિનની એડિટર તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિડ મક્કડ પણ જોવા મળશે. 


સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર, શેર કર્યો ફોટો


સલમાન ખાનના શો બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી  હિના ખાન સતત પોતાના પ્રોજેક્ટને કારણે ચર્ચામાં છે. હિનાએ ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના અક્ષરાના રોલને અલવિદા કહી એ પછી એ લોકપ્રિયતાના નવા માપદંડ બનાવી રહી છે. હાલમાં હિના એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝિંદગી 2માં કોમોલિકાનો રોલ કરી રહી છે. હાલમાં હિનાએ એક મોટો પ્રોજેક્ટ સાઇન કર્યો છે અને એની જાહેરાત પણ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...