સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર, શેર કર્યો ફોટો
સાઉથ સુપરસ્ટાર પ્રભાસે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અભિનેતાએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલિક જાણકારીઓ શેર કરી છે.
નવી દિલ્હીઃ સુપરસ્ટાર પ્રભાસને બાહુબલી ફિલ્મમાં કામ કર્યાં બાદથી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ ઘણી લોકપ્રિયતા મળી છે. વર્ષ 2019માં અભિનેતા પોતાના બોલીવુડ પર્દાપણને લઈને ચર્ચામાં રહ્યો હતો. પરંતુ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળ્યો હતો. હવે અભિનેતા પોતાની આગામી રિલીઝ માટે તૈયાર છે, જેની સત્તાવાર જાહેરાત એક્ટરે ખુદે કરી છે.
પ્રભાસે ટ્વીટર પર ફિલ્મથી પોતાનો લુક શેર કર્યો છે. તસવીરમાં તે કોઈ મોટા પેલેસમાં જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- હું આ વાત કરીને ખુબ ખુશ છું કે હું મારી આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છું. ફિલ્મના રોમાંચક શેડ્યૂલ તરફ હું વધી રહ્યો છું. પ્રભાસના પ્રશંસકો માટે આ મોટા સમાચાર છે. એક્ટર એકવાર ફરી મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. તે જોવાનું રહેશે કે પ્રભાસ આ ફિલ્મથી દર્શકો પર કેવો પ્રભાવ છોડી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube