સાઉથ એક્ટર પ્રભાસ-પૂજા હેગડેની `રાધે-શ્યામ` ઓટીટી પર થઇ રિલીઝ, જુઓ આ પ્લેટફોર્મ પર
જોકે ફિલ્મ રાધે શ્યામ સાઉથમાં બોક્સ ઓફિસ પર લગભગ ઠીક ઠાક કમાણી કરી શકી. જોકે હવે આ ફિલમ ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે. જો તમે એક્ટર પ્રભાસના ફેન છો અને તમારે રાધેશ્યામ જોવાની બાકી હોય તો તમારા માટે ખુશખબર છે. તો ચાલો જાણીએ કયા પ્લેટૅફોર્મ પર આ ફિલ્મ રીલીઝ થઇ છે.
નવી દિલ્હી: બાહુબલી સ્ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામ ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે ફિલ્મ રિલીઝ થયા બાદ તેને દર્શકો સારો રિસ્પોન્સ ન મળ્યો જેટલી મેકર્સને ફિલ્સ પાસેથી અપેક્ષા હતી. આજના જમાનામાં હિંદી ભાષી વિસ્તારમાં સાઉથની ફિલ્મો જે પ્રકારે તાબડતોડ કલેક્શન કરી રહી છે, ફિલ્મ રાધે શ્યામને લઇને દર્શકોની તે પ્રકારની પ્રતિક્રિયા ન રહી.
જોકે ફિલ્મ રાધે શ્યામ સાઉથમાં બોક્સ ઓફિસ પર લગભગ ઠીક ઠાક કમાણી કરી શકી. જોકે હવે આ ફિલમ ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે. જો તમે એક્ટર પ્રભાસના ફેન છો અને તમારે રાધેશ્યામ જોવાની બાકી હોય તો તમારા માટે ખુશખબર છે. તો ચાલો જાણીએ કયા પ્લેટૅફોર્મ પર આ ફિલ્મ રીલીઝ થઇ છે.
રસપ્રદ પ્રેમ ગાથા છે રાધેશ્યામની કહાની
રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને યૂવી ક્રિએશન્સ તથા ટી-સીરીઝ કંપની દ્રારા નિર્મિત રાધે શ્યામ એક રોમેન્ટિક લવ ડ્રામા છે.આ બે લોકોની પ્રેમ કહાની છે, જે પોતાના જીવનમાં એક અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યાં વિક્રમ આદિત્ય એટલે કે પ્રભાસ કિસ્મત પર વિશ્વાસ કરે છે તો બીજી તરફ પ્રેરણા એટલે પૂજા હેગડે વિજ્ઞાનની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. એટલા માટે આ કહાનીમાં પ્રેમની સાથે જોરદાર રોમાંચ પણ છે.
આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ફિલ્મ
પ્રભાસ અને પૂજાની ફિલ્મ રાધે શ્યામની ડિજિટલ રિલીઝ થઇ છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇવ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ 1 એપ્રિલે દર્શકો માટે ઓટીટી પર ઉપલબ્ધ છે. ફિલ્મને તેલુગૂ, તમિલ, મલયાલમ અને કન્નડમાં સ્ટ્રીમ કરવામાં આવી છે.
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આદિપુરુષ પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા પ્રભાસ ઉપરાંત સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ જેવા કલાકારો પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube