Scam 2003: હંસલ મહેતાની ફિલ્મમાં ફરી એકવાર પ્રતીક ગાંધી, જોવા મળશે અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકામાં
હંસલ મહેતા 2003માં બનેલ સ્ટેમ્પ પેપરના 20,000 કરોડના કૌભાંડ પર ઈનસાઈડ સ્ટોરી બનાવવા જઈ રહ્યા છે. તેમાં એ દર્શાવવામાં આવશે કે કેવી રીતે આરોપી અબ્દુલ કરીમ તેલગીએ આખા પ્રશાસનની આંખમાં ધૂળ ફેંકી હતી. કેવી રીતે આટલા મોટા ગોટાળાને અંજામ સુધી પહોંચાડ્યો હતો.
મુંબઈ: 2020માં ડાયરેક્ટર હંસલ મહેતાએ દેશને આઝાદી પછીના સૌથી મોટા શેર બજારના ગોટાળા વિશે ફિલ્મ દ્વારા સરસ મજાની માહિતી પૂરી પાડી હતી. તેમની સિરીઝ સ્કેમ 1992એ બધાને ઈમ્પ્રેસ કરી હતી. અને ફિલ્મના કલાકાર પણ રાતોરાત ફેમસ થઈ ગયા હતા. હવે આ સફળતા પછી તે સિરીઝની સેકંડ સિઝન લઈને આવી રહ્યા છે. આ વખતે હંસલ મહેતા દર્શકોને 2003ના 20 હજાર કરોડનો ગોટાળાને બતાવશે. સિરીઝના નામ આપવામાં આવ્યું છે - Scam 2003: The Curious Case of Abdul Karim Telgi
સ્કેમ 2003માં શું થવાનું છે:
આ નવી સિરીઝ દ્વારા 2003માં થયેલ સ્ટેમ્પ કૌભાંડની ઈનસાઈડ સ્ટોરી બતાવવામાં આવશે. તેમાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે આરોપી અબ્દુલ કરીમ તેલગીએ આખા પ્રશાસનની આંખોમાં ઘૂળ નાંખી હતી. કેવી રીતે આટલો મોટો ગોટાળાને અંજામ સુધી પહોંચાડવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ પત્રકાર સંજય સિંહના પુસ્તક રિપોર્ટરની ડાયરી પર આધારિત થવાની છે. આ સિરીઝની સ્ક્રિપ્ટ દરમિયાન પણ સંજયની મદદ લેવામાં આવશે. સ્ટેમ્પ પેપર કૌભાંડનો પર્દાફાશ પણ સંજય સિંહે જ કર્યો હતો. તેમના જ કારણે અબ્દુલ કરીમને વર્ષ 2007માં 30 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો
કોણ છે અબ્દુલ કરીમ તેલગી:
અબ્દુલ કરીમ તેલગીની વાત કરીએ તો તે કર્ણાટકનો રહેવાસી છે. તેના પર આરોપ હતો કે તે લાંબા સમય સુધી અનેક લોકોના ફેક પાસપોર્ટ બનાવતો રહ્યો. નકસી સ્ટેમ્પ પેપર દ્વારા તેણે અનેક વર્ષો સુધી પોતાના આ કાળા કારોબારને અંજામ આપ્યો. પહેલીવાર વર્ષ 1991માં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં. જોકે 10 વર્ષ પછી 2001માં તે પોલીસની કસ્ટડીમાં આવ્યો અને પછી 2007માં તેને સજા સંભળાવવામાં આવી. અબ્દુલનું વર્ષ 2017માં મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મૃત્યુ થઈ ગયું. હવે હંસલ મહેતા 2022માં સોની લિવ પર દિલચશ્પ કહાની બતાવવા જઈ રહ્યા છે. મેકર્સની જાહેરાતની સાથે જ સ્ટાર કાસ્ટને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પરંતુ કોઈપણ જાતની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ
શું ફરી કાસ્ટ થશે પ્રતીક ગાંધી:
આમ તો હંસલ મહેતાની સ્કેમ 1992ની વાત કરીએ તો તે સિરીઝમાં પ્રતીક ગાંધીએ શાનદાર કામ કર્યુ હતુ. હર્ષદ મહેતાના રોલમાં તેણે એવો કમાલનો અભિનય કર્યો કે અનેક એવોર્ડ મળ્યા. અને દર્શકોના દિલમાં અલગ જગ્યા પણ મેળવી. સોશિયલ મીડિયાની દુનિયામાં કહેવામાં આવી રહ્યું છે કે સ્કેમ 2003માં પ્રતીક ગાંધીને કાસ્ટ કરવામાં આવી શકે છે. પરંતુ આ માત્ર અટકળો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube