નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા પ્રતિક બબ્બર (Prateik Babbar) હાલ પોતાની નવી વેબ સિરીઝ હિકઅપ એન્ડ હુકઅપ્સ (Hiccups & Hookups) અંગે ચર્ચામાં છે. હાલમાં જ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરાયું હતું. તેને ખુબ પસંદ કરવામાં આવ્યું. આ સિરીઝમાં સેક્સ અને રિલેશનશીપને મોર્ડન અંદાજમાં દેખાડવામાં આવશે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રતીક બબ્બરે કેઝ્યુઅલ સેક્સ અંગે વાત કરી. તેનું કહેવું છે કે કેઝ્યુઅલ સેક્સમાં કોઈ ખરાબી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેઝ્યુઅલ સેક્સને ખોટું માનતો નથી
એનબીટી સાથે વાતચીતમાં પ્રતીકે કહ્યું કે કેઝ્યુઅલ સેક્સ ખોટું નથી. જે લોકો પ્રેમ જેવી ચીજોને માનતા નથી તેઓ કેઝ્યુઅલ સેક્સમાં વિશ્વાસ ધરાવે છે. તેણે કહ્યું કે તે પોતે કેઝ્યુઅલ સેક્સ કરી ચૂક્યો છે અને તેમાં કશું ખોટું નથી. પ્રતીકે કહ્યું કે, 'મે પણ કેઝ્યુઅલ સેક્સ ટ્રાય કર્યું છે. મને લાગે છે કે લોકો ક્યારેકને ક્યારેક તો આમાંથી પસાર થાય છે. હુકઅપ્સ, વન નાઈટ સ્ટેન્ડ, ફ્લિંગ, હું આમાંથી પસાર થઈ ચૂક્યો છું. તે મહિલાઓ અને પુરુષોમાંથી કોઈની પણ સાથે થઈ શકે છે.'


Anupama Anuj Wedding: દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો? Photos થયા વાયરલ


સેક્સ જેવા ટૈબુ પર કરવી જોઈએ વાત
પ્રતીકે વધુમાં કહ્યું કે આ સિરીઝને લઈને અમને બે પ્રકારના રિએક્શન મળ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે જે મુદ્દા પર સદીઓથી પડદો પડેલો હતો અમે તેમને ફરીથી ઉઠાવ્યો. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે પવિત્ર સંબંધોને આ રીતે જોવા ખોટું છે. પરંતુ મારું માનવું છે કે આપણે જ્યારે ફેમિલી સામે સેક્સ જેવા ટૈબુ અંગે ખુલીને વાત કરીએ છીએ તો તેનાથી આપણી પરસ્પર સમજ અને બોન્ડિંગ વધે છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by prateik babbar (@_prat)


TMKOC: તારક મહેતા.. ની અભિનેત્રીના બીજા લગ્નની તસવીરો વાયરલ, Photos જોઈને દર્શકો આઘાતમાં, જાણો કેમ?


લારા દત્તા પણ છે સિરીઝનો ભાગ
અત્રે જણાવવાનું કે વેબ સિરીઝ હિકઅપ્સ એન્ડ હુકઅપ્સ(Hiccups & Hookups) માં લારા દત્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિરીઝનું દિગ્દર્શન કુણાલ કોહલીએ કર્યું છે. આ અગાઉ લારા દત્તા ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષયકુમાર અને હુમા કુરેશી જેવા કલાકારો હતા. જ્યારે પ્રતીક છેલ્લા કેટલાક સમયથી અનેક સિરીઝમાં જોવા મળ્યો છે. જેમાં સ્કાયફાયર, ફોર મોર શોટ્સ પ્લીઝ અને ચક્રવ્યૂહ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube