નવી દિલ્હી: ફિલ્મમાં કોઇ ખાસ રોલ ભજવવા માટે સેલિબ્રિટીઝ મોટાભાગે વજન ઘટાડતા અથવા વધારવા રહે છે. પાત્રમાં ફિટ બેસવા માટે વજન વધારવું તો ઇઝી થઇ શકે છે, પરંતુ વજન ઘટાડવા માટે આકરી મહેનત અને ધૈર્યની જરૂર પડે છે. 'સ્કેમ 1992-ધ હર્ષ મહેતા સ્ટોરી' (Scam 1992- The Harshad Mehta Story)ના એક્ટર પ્રતિક ગાંધી પોતે ટ્રાંસફોર્મેશનની આ પ્રોસેસમાંથી પસાર થઇ ચૂક્યા છે. ફિલ્મની શૂટિંગ પુરી થયા બાદ પ્રતિકે ફક્ત 58 દિવસમાં 10 કિલો વજન (Pratik Gandhi weight loss) ઘટાડ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવ્યા બાદ હવે પ્રતિક ગાંધી કરશે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી


પ્રતિક ગાંધીએ ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ટ્રાંસફોર્મેશનનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં પ્રતિક ગાંધીએ વજન ઘટાડવા માટે પરસેવો પાડતા જોવા મળ્યા છે. પ્રતિક ગાંધીએ પડદા પર હર્ષદ મહેતાનું પાત્ર ભજવવા માટે વજન વધાર્યું હતું. પરંતુ ફરીથી ફિટ થવા માટે તેમણે પોતાના ઘરને જ ફિટનેસ સેન્ટર બનાવવું પડ્યું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube