નવી દિલ્હી: વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને રાતોરાત સ્ટાર બની ગયેલા જાણીતા ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) હાલ દર્શકોની પહેલી પસંદ બનેલા છે. પોતાના અભિનયથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરનારા પ્રતિકની આગામી ફિલ્મ ‘Bhavai’ (ભવાઈ) હાલ જો કે વિવાદમાં સપડાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભવાઈનું ટ્રેલર થયું રિલીઝ
જ્યારથી મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું ત્યારથી જ પ્રતિક ગાંધી કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફિલ્મ ભવાઈનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ફિલ્મ પર યૂઝર્સે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. 


હાલમાં જ બદલાયું ફિલ્મનું નામ
હકીકતમાં ટ્રેલરની 1 મિનિટ અને 50મા સેકન્ડે એક એવો સીન આવે છે જ્યાં રાવણની ભૂમિકા, રામના પાત્રને સવાલ કરે છે  કે 'તમે અમારી બહેનનો અનાદર કર્યો, તો અમે તમારી સ્ત્રીનો અનાદર કર્યો પણ તમારી જેમ નાક નથી કાપ્યું. છતાં લંકા અમારી બળી. ભાઈ અને દીકરા અમારા શહીદ થયા, બધી પરીક્ષાઓ પણ અમે આપી અને જય-જયકાર તમારો. આવું કેમ?' જેના પર રામનું પાત્ર કહે છે કે 'કારણ કે અમે ભગવાન છીએ.' ફિલ્મના ટ્રેલરમાં કઈક એવા શબ્દોનો પ્રયોગ થયો છે કે જેનાથી વિવાદ થઈ રહ્યો છે. 


પ્રતિબંધની માગણી ઉઠી
ફિલ્મનું નામ રાવણલીલા હતું પરંતુ વિવાદ થયા બાદ નામ બદલવાનું નક્કી કરાયું અને નામ બદલીને પછી ભવાઈ કરી નાખવામાં આવ્યું. પરંતુ હજુ પણ ગુસ્સે ભરાયેલા લોકો શાંત થવાનું નામ લેતા નથી અને સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ અને પ્રતિક ગાંધીની ધરપકડની માગણી કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube