નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) હવે આપણી વચ્ચે રહ્યાં નથી. બુધવારે મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાન ખાન 53 વર્ષના હતા. ઈ ખબરથૂ બોલીવુડ અને દેશના લોકો શોકમાં છે. તેમને કોલોન ઇન્ફેક્શનને કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈસીયૂમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદે પણ ઇરફાન ખાનના નિધન પર ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, 'વિખ્યાત અભિનેતા ઇરફાન ખાનના નિધનથી ખુબ દુખ થયું. તેઓ દુર્લભ પ્રતિભા-સંપન્ન કલાકાર હતા. તેમની વિવિધ ભૂમિકાઓમાં છાપ સદાય આપણા દિલોમાં અંકિત રહેશે. તેમનું નિધન, સિને-જગત તથા પ્રશંસકો માટે અપૂરણીય ક્ષતિ છે.'



આ દુખની ઘડીમાં પીએમ મોદીએ ઇરફાન ખાનને યાદ કરતા ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે અભિનેતાની પ્રશંસા કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમણે લખ્યું છે, 'ઇરફાન ખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયા માટે એક ક્ષતિ છે. તેમને વિભિન્ન માધ્યમોમાં બહુમુખી પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. મારા વિચાર તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોની સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.'



તો અમિત શાહે ટ્વીટર પર લખ્યું છે, 'ઇરફાન ખાનના નિધનના સમાચારથી બધા દુખી છે. તેઓ એક બહુમુખી અભિનેતા હતા, જેની કલાએ વૈશ્વિક ખ્યાતી અને ઓખળ મેળવી હતી. ઇરફાન આપણા ફિલ્મ જગત માટે એક સંપત્તિ હતા. રાષ્ટ્રએ આજે એક અસાધારણ અભિનેતા અને વિનમ્ર વ્યક્તિને ગુમાવી દીધા છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.'



કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇરફાન ખાનના નિધન પર ટ્વીટ કર્યું. તેમણે લખ્યું- ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. તેઓ એક શાનદાર અભિનેતા હતા, જે વૈશ્વિક સ્તર પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેમને હંમેશા યાદ કરવામાં આવશે.