નવી દિલ્હીઃ પ્રિયા પ્રકાશ વારિયર કોઈપણ શંકા વિના સોશિયલ મીડિયાની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેની નવી તસ્વીરો અને વીડિયોઝની રાહ જોતા હોય છે. બોલીવુડમાં ફિલ્મ 'શ્રીદેવી બંગલો'થી પર્દાપણ કરવા જઈ રહેલી પ્રિયાએ પોતાના નવા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. હંમેશાની જેમ પ્રિયા નવા શૂટમાં ખુબ પ્રિટી લાગી રહી છે. પ્રિયાની તસ્વીરોના સમાચાર લખાયા સુધી 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 


પ્રિયાએ પોસ્ટ શેર કરતા ઓપરા વિનફરેનું કોટ લખ્યું કે, તમને જિંદગીમાં તે મળે છે જેને માગવાની તમે હિંમત રાખો છો. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર