નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા પ્રિયંકાના પતિ નિક જોનાસ વિશ્વના સિંગરોમાં પ્રથમ સ્થાને હતો, તો હવે પ્રિયંકાની સફળતા દર્શાવી રહી છે કે, આ જોડી એકબીજા માટે ઘણી લકી સાબિત થઈ રહી છે. પ્રિયંકા હવે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પોતાની ધાક જમાવી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનસ યૂએસએ ટુડેની 'મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ થઈ ગઈ ચે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર