Entertainment News : પ્રિયંકાએ માતા બનવાના સવાલનો આપ્યો જવાબ, કહ્યું કે...
સેલ્ફ આઇસોલેશન દરમિયાન સ્ટાર કપલ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો શેયર કરે છે
મુંબઈ : સેલ્ફ આઇસોલેશન દરમિયાન સ્ટાર કપલ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો શેયર કરે છે. આ દંપતિએ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે સેલ્ફ આઇસોલેશનની પસંદગી કરી છે. હાલમાં તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ રહી છે.
હાલમાં પ્રિયંકાએ DNAની વેબસાઇટ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ વર્ષે તે પોતાના કેટલાક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે પણ તેના માટે પરિવાર પણ મહત્વનો છે. પ્રિયંકાએ આ ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી છે કે તે બહુ જલ્દી માતા પણ બનવા ઇચ્છે છે. તેણે કહ્યું છે કે ભગવાનની કૃપા થશે ત્યારે બધું યોગ્ય સમયે થઈ જશે.
પ્રિયંકાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ જાય છે કે તે પોતાનો પરિવાર આગળ વધારવા ઇચ્છે છે. તેણે પોતાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકના પ્રમોશન વખતે પણ કહ્યું હતું કે હું જ્યારે 12 વર્ષની હતી ત્યારથી જ માતા બનવા ઇચ્છતી હતી. મને બાળકો બહુ પસંદ છે અને યોગ્ય સમય આવશે ત્યારે એ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube