નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સંકટનો સામનો કરી દુનિયાની મદદ કરવા માટે હજારો હાથ સામે આવી રહ્યાં છે. ખાસ લોકોથી લઇને સામાન્ય લોકો પણ આ સંકટમાં મદદ કરવા સામે આવ્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રી પણ આ સંકટના સમયમાં સાથે છે. હાલમાં જ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સે PM Cares Fundમાં દાન આપ્યું છે. આ સમયે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પણ સામે આવ્યા છે. ઘણા સ્ટાર્સ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પણ રિલીફ ફંડમાં યોગદાન આપવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ચોપડાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી કેટલીક સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે. જે કોરોના વાયરસના કારણે ઉદ્દભવેલા સંકટનો સામનો કરવા માટે કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના સંકટ: 'જો કાબા અને મદીના બંધ થઈ શકે તો ભારતની મસ્જિદો કેમ નહીં'


પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એખ પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું, દુનિયાભરમાં ઘણા લોકોને આ સમયે આપણા સહયોગની જરૂરીયાત છે. એવામાં હું અને નિક માટે આ જરૂરી છે કે, એવી સંસ્થાઓને યોગદાન આપીએ જે ઓછી આવક ધરાવતા લોકો અને બઘર લોકો, ડોક્ટર, ભૂખ્યા બાળકો અને મ્યૂઝિક અને એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના જૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે. આ લોકોને તમારા યોગદાનની પણ જરૂરીયાત છે એટલા માટે અમે તમને પણ આ લોકોની મદદ કરવા પ્રેરિત કરી રહ્યાં છીએ. કોઈ રકમ નાની નથી હોતી પછી ભલે તે એક ડોલર જ કેમ ન હોય.


[[{"fid":"258563","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પણ વાંચો:- કોરોનાને હંફાવવા માટે હવે બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન પણ મેદાનમાં


આ સાથે જ પ્રિયંકાએ તે 6 સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમના માટે તેમણ યોગદાન આપ્યું છે. પ્રિયંકાએ લખ્યું હતું કે, મેં અને નિકે આ ચેરિટી સંસ્થાઓને ડોનેશન કર્યું છે. પ્રિયંકાએ યૂનિસેફ, ગૂંજ, ડોક્ટર્સ વિદાઉટ બોર્ડર, પીએમ કેર જેવી સંસ્થાઓમાં ડોનેસન આપ્યું છે. તમને જણાવી દઇએ કે, પ્રિયંકા પહેલા ભારતમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, કરણ જોહર, વરૂણ ધવન, ભૂમિ પેડણેકર જેવા ઘણા સ્ટાર્સ ડોનેશન આપી ચુક્યા છે. ત્યારે અક્ષય કુમારે પીએમ કેર્સ ફંડમાં 25 કરોડનું ડોનેશન આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube