નવી દિલ્હીઃ Priyanka Chopra Citadel:બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)  આ દિવસોમાં ન માત્ર મધરહુડ એન્જોય કરી રહી છે પરંતુ પ્રોફેશનલી પણ સતત એક્ટિવ છે. પ્રિયંકાએ હાલમાં પોતાની અપકમિંગ વેબ સિરીઝ સિટાડેલ (Citadel)નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ફોટોમાં પ્રિયંકા રેડ કલરની રિવીલિંગ ડ્રેસમાં એક્શન કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં પ્રિયંકા એટલી ગ્લેમરસ લાગી રહી છે કે તેના લુકની ફેન્સ ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. આ તસવીરોને પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાસૂસની ભૂમિકામાં જોવા મળશે
સિટા઼ડેલ સિરીઝમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)જાસૂસના રોલમાં છે, જેનું નામ નાદિયા (Nadia Sinh) છે. ફોટોમાં પ્રિયંકા ચોપડા એક તસવીરમાં એક્શન કરતી જોવા મળી, બીજી તસવીરમાં રોમાન્સ તો ત્રીજા ફોટોમાં ઘાયલ જોવા મળી. ખાસ વાત છે કે આ ફોટોને જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રિયંકાની આવનારી આ સિરીઝ ધમાલ મચાવી દેશે. એટલું જ નહીં આ તસવીરોમાં અભિનેત્રી રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે, જેનું ગળુ ખુબ વધુ ડીપનેક છે. 


Gandii Baat: ચૂપકેથી આવી ગઈ ગંદી બાતની સિઝન 7, કરો એક જ ક્લિક અને લાઇવ જુઓ


રાજકુમાર રાવે કરી કોમેન્ટ
પ્રિયંકા ચોપડાની આ તસવીર પર રાજકુમાર રાવે કોમેન્ટ કરતા લખ્યું- ઔસમ. આ સાથે હાર્ટવાળી ઇમોજી શેર કરી છે. આ સિવાય ફેન્સ સતત અભિનેત્રીની આ તસવીરો પર કોમેન્ટ કરી પ્રશંસા કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીએ પોતાની પુત્રી માલતી મૈરીનો ચહેરો ફેન્સની સાથે રિવીલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube