મોટો ખુલાસો: `ભારત` માટે પ્રિયંકાની હતી આ શરત, દિશા પટણી સાથે....
અચાનક એવા અહેવાલો આવવા માંડ્યા કે પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ભારત ફિલ્મ છોડી દીધી. જેના લીધી બોલિવૂડ ચોંકી ગયું છે.
મુંબઈ: અચાનક એવા અહેવાલો આવવા માંડ્યા કે પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ભારત ફિલ્મ છોડી દીધી. જેના લીધી બોલિવૂડ ચોંકી ગયું છે. અલી અબ્બાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા સલમાનની જોડી હતી. લગભગ એક અઠવાડિયા બાદ તો પ્રિયંકા ફિલ્મનું શુટિંગ પણ શરૂ કરવાની હતી.
પ્રિયંકાએ જે રીતે શુટિંગના ગણતરીના દિવસો પહેલા સલમાનની ફિલ્મ છોડી છે તેનું કારણ જાણીને બધા સ્તબ્ધ થઈ ગયા છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે જ સૌ પ્રથમ જણાવ્યું હતું કે પ્રિયંકા ઓક્ટોબરમાં તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્ન કરવાની છે. બોલિવૂડ લાઈફને મળેલી ખાસ માહિતી જાણીને લોકો વિશ્વાસ નહીં કરી શકે.
વાત જાણે એમ છે કે પ્રિયંકાએ આ ફિલ્મની શરૂઆતમાં જ એક શરત મૂકી હતી કે તે ભારતના પોસ્ટરમાં દિશા પટણી સાથે જોવા માંગતી નથી. એટલું જ નહીં તેણે એવી પણ શરત મૂકી હતી કે ફિલ્મ માટે તે પોતાના સોલો પોસ્ટર ઈચ્છે છે. કારણ કે સલમાન ખાનની જેમ તેના પણ ફિલ્મમાં અનેક લુક જોવા મળવાના હતાં.
જો કે આવું પહેલીવાર નથી બન્યું કે પ્રિયંકા કોઈ કોસ્ટાર સાથે પોસ્ટરમાં જોવા મળવાની હોય. આ અગાઉ પણ ફિલ્મ અંદાઝ અને બાઝીરાવ મસ્તાનીના પોસ્ટર્સમાં તે પોતાના કો-સ્ટાર્સ સાથે જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે ભારત છોડ્યાની ખબર બાદ પ્રિયંકા સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકની તૈયારીઓમાં લાગી છે. બહુ જલદી ફિલ્મનું શુટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે.
ફિલ્મનું શુટિંગ પૂરું કર્યા બાદ પ્રિયંકા તરત લોસ એન્જલસ પાછી ફરવાની છે. પાછા ફરતા જ નિક જોનસ સાથે લગ્ન કરી લેશે. સલમાનની ભારત ફિલ્મ દક્ષિણ કોરિયાની ફિલ્મ ઓડ ટુ માય ફાધરની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે ભારતની સફર પણ દર્શાવવામાં આવશે. 1947થી લઈને અત્યાર સુધીના ભારતની ઝલક જોવા મળશે. અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન અને દિશા પટણી ઉપરાંત તબ્બુ અને સુનિલ ગ્રોવર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
અહેવાલ સાભાર-બોલિવૂડ લાઈફ ડોટ કોમ