પ્રિયંકા ચોપડાએ નિકને કરી KISS, પછી દૂર કર્યું લિપસ્ટિકનું નિશાન, ક્યૂટ VIDEO વાયરલ
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને તેમના પતિ નિક જોનસ (Nick jonas)એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભાગ લીધો તો ચર્ચા તો થવાની જ હતી. કોઇ ઇવેન્ટ હોય કે સોશિયલ મીડિયા બંનેની પ્રેમની તસવીરોમાં સ્પષ્ટ છલકાઇ છે. લગ્નને એક વર્ષથી વધુ થઇ ગયું છે, પરંતુ હજુ પણ બંનેની નજર એકબીજા પરથી હટતી નથી.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને તેમના પતિ નિક જોનસ (Nick jonas)એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભાગ લીધો તો ચર્ચા તો થવાની જ હતી. કોઇ ઇવેન્ટ હોય કે સોશિયલ મીડિયા બંનેની પ્રેમની તસવીરોમાં સ્પષ્ટ છલકાઇ છે. લગ્નને એક વર્ષથી વધુ થઇ ગયું છે, પરંતુ હજુ પણ બંનેની નજર એકબીજા પરથી હટતી નથી. આ પ્રેમ જ છે જે ફેન્સને બંને તરફ આકર્ષિત કરે છે. એટલું જન અહી બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે.
અમેરિકાના લોસ એન્જેલિસમાં પ્રિયંકા અને નિક Golden Globes Awards 2020 એવોર્ડ સેરેમનીમાં જોવા મળ્યા. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા પિંક કલરના ડ્રેસમાં ડાયમંડ નેકલેસ પહેરેલી જોવા મળી હતી. તો બીજી તરફ નિક બ્લેક કોટ-પેન્ટમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો. આ ફંકશનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એકબીજાને કિસ કરે છે. ત્યારબાદ પ્રિયંકા નિકન હોઠ પરથી લિપસ્ટિક કરતી જોવા મળી રહી છે. બંને એકબીજાની કેટલી કેર કરે છે. એ પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પ્રિયંકા અને નિકના પ્રેમનો સાક્ષી આ વીડિયો પર ફેન્સની ઘણી બધી પ્રતિક્રિયા આવી રહી છે.
આ પહેલાં નવા વર્ષના અવસર પર પ્રિયંકા અને નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. નવ વર્ષની ઉજવણી કરવા એક કાર્યક્રમમાં પહોંચતાં નિક-પ્રિયંકા સ્ટેજ પર આવે છે અને એકબીજાને કિસ કરીને વિશ કરે છે. તમને જણાવી દઇએ કે ડિસેમ્બરમાં જ પ્રિયંકા અને નિકને લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી. 1 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા અને નિક લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. લગ્નનું એક વર્ષ પુરૂ થતાં એક વર્ષ પુરૂ થતાં ફેન્સની સાથે-સાથે સેલેબ્રિટીઝે પણ બંનેના શુભેચ્છા આપી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ 'સ્કાઇ ઇઝ પિંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ હતા. આ ફિલ્મ સફળ રહી ન હતી. આ પહેલાં પ્રિયંકા દેખાવવાની હતી સલમાન ખાનની ભારતમાં, પરંતુ પ્રિયંકાએ ફિલ્મ છોડે દીધી, જેના પર વિવાદ પણ થયો હતો. તો બીજી તરફ નિકની વાત કરીએ તો તે તાજેતરમાં જ 'જુમાનજી'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિક પોતાના સ્ટેજ પરફોમન્સમાં વ્યસ્ત રહે છે.