નવી દિલ્હીઃ પ્રિન્સ હૈરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કેલે શનિવારે બ્રિટનના વિન્ડસર કૈસલના સેન્ટ જોર્જ ચૈપલમાં આયોજીત એક સમારોહમાં લગ્ન કર્યાં. આ લગ્ન વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા. આ લગ્નની ભારતમાં પણ ખૂબ ચર્ચા થઈ અને આટલી જ ચર્ચા બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની થઈ. મહત્વનું છે કે, પ્રિયંકા મેગનની ખાસ મિત્ર છે અને તેને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. શનિવારે આયોજીત આ સમારોહમાં પ્રિયંકા ચોપડા ખૂબ ચર્ચામાં રહી. તે લગ્નમાં ખૂબ શાનદાર લાગતી હતી. ત્યારબાદ તે રોયલ રિસેપ્શનમાં પણ આકર્ષક દેખાતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નમાં કસ્ટમ સૂટમાં જોવા મળેલી પ્રિયંકા ચોપડાએ રોયલ રિસેપ્શન માટે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું. લગ્નમાં જ્યાં 600 લોકો સામેલ હતા તો રિસેપ્શનમાં માત્ર 200 લોકોએ જ હાજરી આપી હતી. જેમાં પ્રિયંકા સહિત ઓપરા વિનફ્રે, જાર્જ અને અમાલ ક્લૂની, ડેવિડ બેકહમ, એલ્ટન જોન, ટોમ હાર્ડી, જેમ્સ કોર્ડન, જેમ્સ બ્લંટ અને રેકી મુલ્લીગન જેવા સિતારાઓના નામ સામેલ છે. 



આ ગાઉનમાં પ્રિયંકા ખૂબસૂરત લાગતી હતી. રોયલ રિસેપ્શનને પ્રિન્સ ઓફ વેલ્સ અને હૈરીના પિતાએ હોસ્ટ કર્યું. 



આ સાથે પ્રિયંકાએ પ્રિન્સ હૈરી અને પોતાની મિત્ર મેગન માર્કેલ માટે પોતાના ઇન્સટાગ્રામ પર કેટલિક તસ્વીરો શેર કરતા એક લેટર પણ લખ્યો. 


 



આ લેટરમાં પ્રિયંકાએ લખ્યું, દરેકના જીવનમાં થોડા સમય માટે તેવી ક્ષણ આવે છે જ્યારે સમય સ્તિર થઈ જાય છે. આજે આમ થયું.... મારી મિત્ર તુ.. આકર્ણષ, પ્રેમ અને ખૂબસૂરતીનું પ્રતિક બની ગઈ. આ લગ્નમાં તમારા બંન્ને દ્વારા કરાયેલી તમામ  પસંદગી ઈતિહાસ બની જશે. તેના કારણે નહીં કે તમારા બંન્નેના લગ્ન હતા પરંતુ તે માટે કારણ કે, આ લગ્ન પરિવર્તન અને આશાનું પ્રતિક છે.