નવી દિલ્હી: બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં જ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ મેજિક બતાવવામાં નિષ્ફળ સાબિત થઈ. હવે પ્રિયંકા દિલ્હીમાં ધ વ્હાઈટ ટાઈગરનું શુટિંગ કરી રહી છે. આ વાતની જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર તસવીર શેર કરીને આપી. જેમાં તે માસ્ક સાથે જોવા મળી રહી છે. પ્રિયંકાએ દિલ્હી પ્રદૂષણ પર એક પોસ્ટ લખતા કહ્યું કે હાલ દિલ્હીમા શૂટિંગ  કરવું થોડું કપરું થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગનો દિવસ. હાલ અહીં શૂટિંગ કરવું એટલું મુશ્કેલ છે કે હું વિચારી પણ નથી શકતી કે આ પરિસ્થિતિઓમાં અહીં રહેવું કેવું હશે. સારૂ છે કે અમારી પાસે એર પ્યુરિફાયર અને માસ્ક જેવી સુવિધાઓ છે. ગરીબો અને બેઘરો માટે દુઆ કરો. બધા લોકો પોત પોતાનું ધ્યાન રાખો. 



નોંધનીય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે હવાની ગુણવત્તા ખતરનાક 'ગંભીર શ્રેણી'માં પહોંચ્યા બાદ ઈપીસીએ 'સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિ' જાહેર કરી. દિલ્હી સરકારે શુક્રવારે જ દિલ્હીની તમામ શાળાઓને 5 નવેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપ્યા હતાં.