Malti Marie Video: પ્રિયંકા ચોપરાએ શેર કરેલો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પહેલીવાર ફેન્સને પ્રિયંકાએ માલતી મેરીનો અવાજ સંભળાવ્યો છે.  પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે માલતી મેરીને લઈને પાર્કમાં વોક કરે છે. માલતી મેરી સ્ટ્રોલરમાં રમતી જોવા મળે છે. આ વીડિયોમાં માલતી મેરીનો અવાજ સંભળાય છે. જો કે વીડિયોમાં માલતીનો ચહેરો દેખાતો નથી પરંતુ તેના પગ દેખાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


15 વર્ષ પહેલા થઈ હતી Parineeti-Raghav ની પહેલી મુલાકાત, આ રીતે શરુ થઈ Love Story


ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, ફુકરે 3 સહિત આ ફિલ્મોની બદલી રિલઝ ડેટ


એક સાથે 70 દેશોમાં રિલીઝ થશે Adipurush ફિલ્મનું ટ્રેલર, આ તારીખે જોવા મળશે ટ્રેલર


પ્રિયંકા ચોપરાએ ન્યૂ જર્સીમાં તેની દીકરી માલતી મેરી સાથે વિતાવેલા સમયની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે વીડિયોની સાથે એક શોર્ટ કેપ્શન પણ લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે,  સેન્ટ્રલ પાર્કમાં વોક ગમે છે...  આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીનો અવાજ તેના ફોલોવર્સે સાંભળ્યો છે.  




આ વીડિયો પર પ્રિયંકાના ફોલોવર્સની સાથે તેના પરિવારજનો તેમજ બોલિવૂડ સ્ટાર્સ પણ કોમેન્ટ કરી પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. પ્રિયંકાની પોસ્ટ પર અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ, કાજલ અગ્રવાલ, દિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરી છે. આ પહેલા પ્રિયંકાએ દીકરી માલતી મેરી સાથેની તસવીર પણ શેર કરી હતી જેમાં તે રમકડાંની ખરીદી કરતી જોવા મળે છે.