નવી દિલ્હી : બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં પરદેશમાં છે અને પોતાના કામમાં વ્યસ્ત છે. જોકે હોલિવૂડમાં કામ મળવાને કારણે તેણે બોલિવૂડ નથી છોડ્યું. હાલમાં ફિલ્મફેરની નવી એડિશન માટે ફોટોશૂટ વખતે મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે એક વર્ષ પહેલાં હું એક સિરિયસ રિલેશનશીપમાં હતી પણ હાલમાં હું સિંગલ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાએ પહેલીવાર પોતાના અંગત સંબંધોની જાહેરમાં ચર્ચા કરી છે. તેણે કહ્યું છે કે લગભગ એક વર્ષથી હું સિંગલ છું. હું રોજ નવા લોકોને મળું છું. તેમની સાથેત ફરવા જાઉં છું પણ કોઈ કમિટેડ સંબંધોમાં બંધાવા નથી માગતી. હું ઘણા લાંબા સમય પછી સિંગલ છું અને મને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાનું પસંદ છે. 


નોંધનીય છે કે ગયા વર્ષે પ્રિયંકાએ લગ્ન વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું લગ્ન તો કરવા માગુ છું પણ મને આ માટે હજી સુધી કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળી. જ્યારે મને લગ્ન માટે યોગ્ય વ્યક્તિ મળી જશે ત્યારે હું ચોક્કસ આ વિશે વિચારીશ. 2016માં એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે મારા હાથમાં રિંગ હશે ત્યારે હું લોકોને સામેથી જ મારા લગ્ન વિશે જણાવી દઈશ પણ ત્યાં સુધી કોઈ મારા પર  હક નહીં કરી શકે