પ્રિયંકા ચોપડાએ સોમવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય સભા)ને સંબોધન કર્યું. સંબોધનમાં બાળકોના અધિકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે મહિલાઓને સશક્તિકરણ નહીં, પરંતુ પાવરની જરૂર છે. આ  કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકાએ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને અમેરિકી કવયિત્રી અમાંડા ગોર્મન સાથે પોઝ આપતા તસવીરો પણ પડાવી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે 'આપણી દુનિયા સાથે બધુ ઠીક નથી'. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં બધુ ઠીક નથી
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે આપણે આજે દુનિયામાં એક મહત્વપૂર્ણ પોઈન્ટ પર મળી રહ્યા છીએ. એવા સમયે કે જ્યારે વૈશ્વિક એકજૂથતા પહેલા કરતા અનેકગણી વધુ મહત્વપૂર્ણ છે. દેશ કોવિડ-19 મહામરીના વિનાશકારી પ્રભાવો સામે ઝૂઝી રહ્યો છે, જળવાયું સંકટ, જીવન અને આજીવિકાને પ્રભાવિત કરે છે. સંઘર્ષ, ક્રોધ, ગરીબી, વિસ્થાપન, ભૂખ અને અસમાનતાઓ આપણે આટલા લાંબા સમય સુધી જે ન્યાયપૂર્ણ દુનિયા માટે લડત લડી તેના પાયાને નષ્ટ કરી નાખે છે. આપણે બધા જાણીએ છીએ એમ આપણી દુનિયામાં બધુ ઠીક નથી. પરંતુ આ સંકટ સંયોગથી નથી આવ્યું. એક યોજના સાથે આ મુશ્કેલીઓને પહોંચી વળી શકાય છે. 



મલાલા અને અમાંડા સાથે ફોટો શેર કરતા પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું કે, આ બે અદભૂત મહિલાઓ સાથે સ્ટેજ શેર કરતા ખુબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આ ફોટાને અમાન્ડાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, લવ યુ. જેના જવાબમાં પ્રિયંકાએ પણ દિલવાળી ઈમોજી બનાવતા લખ્યું કે બેક એટ યુ. 



લંચ બ્રેકમાં પુત્રી સાથે વિતાવ્યો સમય
આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપડાની સાથે તેમની પુત્રી માલતી મેરી ચોપડા જોનાસ પણ હતી. લંચ બ્રેક દરમિયાન તેમણે પુત્રી સાથે સમય વિતાવ્યો. જેની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. 



આ ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ડેબ્યૂ વેબસિરીઝ 'સિટાડેલ'માં જોવા મળશે. જેન Russo Brothers એ પ્રોડ્યૂસ કરી છે. તેઓ હોલીવુડ મૂવીઝ Ending Things અને It's All Coming Back To Me માં પણ જોવા મળશે. બોલીવુડની વાત કરીએ તો ફરહાન અખ્તરની 'જી લે જરા' માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.