નવી દિલ્હીઃ જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ રચાવ્યા બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસ દ્વારા દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. 4 ડિસેમ્બરના રોજ દિલ્હીની તાજ હોટલમાં પરિવાર અને વીઆઈપી લોકો માટે આ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રિયંકા-નિકને આશિર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ નવપરિણીત યુગલને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પ્રિયંકા, તેના પતિ નિક જોનસ અને પ્રિયંકાના માતા મધુ ચોપડા સાથે વાતચીત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"193155","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


(ફોટોઃ યોગેન શાહ)


દિલ્હી રિસેપ્શનમાં ટ્રેડિશનલ કપડામાં સજ્જ પ્રિયંકા ચોપડા અત્યંત સુંદર લાગી રહી હતી. પતિ નિક જોનસે વોસ્ટર્ન સ્ટાઈલનો લૂક ધારણ કર્યો હતો. જે ફેમિલી ફોટો આવ્યો છે તેમાં નિકના માતા પતિ અને પ્રિયંકાના માતા મધુ ચોપડા પણ ઈન્ડોવેસ્ટર્ન અંદાજમાં જોવા મળ્યા હતા. 



(ફોટોઃ યોગેન શાહ)



પ્રિયંકા અને નિક જોનસના લગ્નના ફોટાનો પણ ઈંતેજાર સમાપ્ત થઈ ગયો છે, કેમ કે પ્રિયંકાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંને લગ્નના ફોટા શેર કર્યા છે. જોધપુરના ઉમ્મેદ ભવનમાં પ્રિયંકાએ શાહી ઠાઠ સાથે ક્રિશ્ચન અને હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. 



ક્રિશ્ચન વેડિંગમાં પ્રિયંકાએ સફેદ ગાઉન પહેર્યું હતું તો ઈન્ડિયન શૈલીના લગ્નમાં પ્રિયંકાએ લાલ રંગનો સુંદર મેરેજ ડ્રેસ પહેર્યો હતો. પ્રિયંકાએ ક્રિશ્ચન લગ્ન માટે રાલ્ફ લોરેન દ્વારા ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો. ભારતીય લગ્ન માટે પ્રિયંકાના લહેંગા-સાડીની ડિઝાઈન સબ્યાસાચીએ જ કરી હતી. 



ઉલ્લેખનીય છે કે, સોમવારે જોધપુર એરપોર્ટ પર જોવા મળેલું નવા કપલના ફોટામાં પ્રિયંકા ચોપડાએ લીલા રંગની સાડી પહેરી હતી. સાથે જ તેણે માથામાં સેંથો ભરેલો હતો અને લાલ ચૂડો પણ હાથમાં પહેરેલો હતો. પતિ નિક જોનસ કેઝ્યુઅલ લૂકમાં હતો. લગ્ન બાદ પ્રિયંકા ભારતીય શેલીના કપડામાં અત્યંત સુંદર દેખાતી હતી.