Priyanka-Nick Video: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે અમેરિકામાં સમય પસાર કરી રહી છે. હાલ પ્રિયંકા તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિક અવારનવાર ખાસ તસવીરો શેર કરતા રહે છે. તેમાં હાલ નિક જોનસે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નિક જોનસે તેના ઈંસ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દેશી ગર્લ માટે મુસીબત બની રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં પ્રિયંકા અને નિક લિપલોક કરતાં જોવા મળે છે. જેના પર ફેન્સની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. 


પ્રિયંકા-નિકનો લિપલોક વીડિયો


પ્રિયંકા અને નિક એકબીજા સાથે રોમેન્ટિક મોમેન્ટ શેર કરી રહ્યા હોય છે ત્યારે નિક કેમેરો ઓન કરી પ્રિયંકાનું શૂટ કરે છે. પ્રિયંકા ચોપડા સ્વિમિંગ પૂલ પાસે ઊભી હોય છે અને નિક તેની પાસે જઈ તેને પોતાની તરફ લાવી કિસ કરે છે. નિક જોનસે સેલ્ફી કેમેરાથી રેકોર્ડ કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nick Jonas (@nickjonas)


આ વીડિયો વાયરલ થતા યુઝર્સની કોમેન્ટ પણ શરુ થઈ ચુકી છે. કેટલાક લોકો પ્રિયંકા અને નિકના પ્રેમ અને બોંડિંગના વખાણ કરે છે તો કેટલાક લોકો પ્રિયંકાને ટ્રોલ કરી રહ્યા છે. 


આ પણ વાંચો:


પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પાવર કપલ તરીકે ફેમસ છે. બંને રોમાંટિક સ્વભાવના છે. બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ અવારનવાર શેર કરતા રહે છે.