મુંબઈ : ગયા વર્ષે શરૂ થયેલા મી ટૂ આંદોલને બોલિવૂડથી માંડીને રાજકારણની દુનિયાને હલાવી દીધું હતું. હવે આ મામલે પ્રિયંકા ચોપરાએ મોટું નિવેદન આપ્યું છે અને મહત્વની વાત છે કે પ્રિયંકાએ ભારતમાં નહીં પણ વિદેશમાં આ નિવેદન આપ્યું છે. પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હિસ્સો લેવા ગઈ હતી અને આ દરમિયાન તેણે પોતાની વાત રજૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાએ ન્યૂયોર્કના 10મા વાર્ષિક મહિલા સંમેલનમાં હિસ્સો લીધો હતો અને આ દરમિયાન પોતાની આપવીતી સંભળાવી હતી. આ સમયે દેસી ગર્લે કહ્યું હતું કે તે પણ યૌન ઉત્પીડનનો ભોગ બની છે અને આ વિશે વાત કરવામાં તેને કોઈ શરમ નથી. પ્રિયંકાએ નિવેદન આપ્યું હતું કે હવે મહિલાઓ એકબીજાને સમર્થન આપી રહી છે એટલે તેમને રોકવાની કોઈ પાસે શક્તિ નથી. 


પ્રિયંકાએ પોતાની સ્પિચમાં કહ્યું હતું કે આપણી પાસે હંમેશા કહેવા માટે હતું પણ કોઈએ વાત સાંભળી નહોતી. હવે જ્યારે મહિલાઓ એકબીજાને ટેકો આપી રહી છે ત્યારે આપણને કોઈ રોકી નહીં શકે અને આ એક અવિશ્વસનીય શક્તિ છે. હવે મારી પાસે કોઈ ઘટના છે તો એનો ભોગ બનનાની હું એકલી નથી. આ વાત કહેવામાં મને કોઈ શરમ નથી. પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન વિશે વાત કરતા પ્રિયંકા કહ્યું છે કે કદાચ આ કાર્યક્રમમાં હાજર રહેલી તમામ મહિલાઓ કમસે કમ આવા અનુભવમાંથી પસાર થઈ હશે કારણે કે મહિલાઓ સાથે આવું વર્તન થતું રહ્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...