નવી દિલ્લીઃ કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ભારતમાં દિનપ્રતિદિન સ્થિતિ વધુ ને વધુ વિકટ બની જાય છે. Priyanka Chopra Heart Breaks After Seeing Huge Coronavirus Cases In India: કોરોના વાયરસની બીજી લહેર ભારે માટે કાળો કહેર સાબિત થઈ રહી છે. સતત કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં બેડ અનો ઓક્સિજનની પણ અછત પડી રહી છે. સરકાર અને સામાજિક સંગઠનો તેમનો લોકો આ મહામારીમાં એકજૂથ થઈને લડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકાના અપીલ કરીને કે આ આપદાની ઘડીમાં ભારતની મદદ કરે. ઉલ્લેખનીય છેકે, ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયંકા ચોપડા જે હોલીવુડના જાણીતા સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને હવે અમેરિકામાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Neha Dhupia ને કોઈએ કહ્યું મને તમારો બ્રેસ્ટફીડિંગનો વીડિયો બતાવો, પછી નેહાએ કર્યું કંઈક એવું...


પોતાના દેશ ભારતને કોરોનાની મહામારી સામે ઝઝૂમતો જોઈને પ્રિયંકા ચોપડા ભાવુક થઈ ગઈ. તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને સંબોધીને ટ્વીટ કર્યું. જેમાં તેણે લખ્યુંકે, મારા દેશની હાલત હાલ ખુબ જ નાજુક છે. કોરોનાની મહામારીમાં સંકટની ઘડીમાં અમેરિકાએ ભારતની મદદ કરવી જોઈએ. ભારતમાં સરળતાથી લોકોને વેક્સીન મળી રહે તે માટે અમેરિકાને તેણે મદદ કરવા અપીલ કરી. એટલું જ નહીં પ્રિયંકા ચોપડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડેનને એવો સવાલ પણ કરી દીધો કે તેઓ ક્યારે ભારતમાં વેક્સીન મોકલશે. આ પહેલાં પણ પ્રિયંકા ચોપડાએ એક ટ્વીટ કરીને ભારતની સ્થિતિ નાજુક હોવાનું કહ્યું હતું. અને લોકોને આ ગંભીર પરિસ્થિતિમાં ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube