મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી હવે દયાબેનના રોલમાં જોવા નહીં મળે એ કન્ફર્મ છે. થોડા દિવસથી ચર્ચા છે કે ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદી હવે દયાબેનના રોલમાં જોવા મળશે. પાત્રમાં જોવા મળશે. જો કે આ વિશે અમીએ પહેલા જ કહી દીધું હતું કે શોના મેકર્સ તરફથી હજુ સુધી તેનો સંપર્ક કરવામાં નથી આવ્યો. હવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે શોમાં અમી ત્રિવેદીના કાસ્ટિંગ અંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદીએ ખુલાસો કર્યો છે કે “હજુ સુધી અમે દયાબેનના રોલ માટે કોઈ એક્ટ્રેસને ફાઈનલ નથી કરી. હજુ પણ યોગ્ય એક્ટ્રેસની શોધ ચાલી રહી છે.” 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"212260","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]આસિત મોદીના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ હજી પણ શોધી રહ્યા છે. એટલે અમી ત્રિવેદીનું નામ આ રોલ માટે ફાઈનલ નથી. અગાઉ અમી ત્રિવેદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મને રોલ માટે અપ્રોચ કરવામાં નથી આવી. પરંતુ મારા ફ્રેન્ડ્સ મને સલાહ આપી રહ્યા છે કે મારે આ રોલ કરવો જોઈએ. દયાબેનનું કેરેક્ટર હું સારી રીતે કરી શકીશ તેવું મારા ફ્રેન્ડ્સનું માનવું છે. પણ મને હજુ રોલ ઓફર નથી થયો અને મેકર્સે પણ મારો સંપર્ક નથી કર્યો.”


Birthday Special : પ્રેગનન્સીમાં રેપ સીન શૂટ કરવાને કારણે હિરોઇને તાબડતોબ દોડવું પડ્યું હતું હોસ્પિટલ


સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાના ફેન્સ આતુરતાથી તેની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી હતી. ચર્ચા પ્રમાણે દિશાને આ સિરિયલના મેકર્સ તરફથી અલ્ટિમેટમ મળી ગયું હતું. શોના મેકર્સે દિશાને મેસેજ આપી દીધો હતો કે જો તેણે દયાબેનની ભૂમિકા ભજવવી હશે તો 30 દિવસની અંદર અંદર તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હાજર થઈ જવું પડશે નહિં તો કોઈ બીજુ તેને રિપ્લેસ કરી દેશે.


ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડક્શન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.


દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...