કરણ જોહરના ઘરે યોજાયેલી સેલિબ્રિટીઝની પાર્ટીમાં NCB ને મળ્યા નહી ડ્રગ્સના પુરાવા
ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર (Karan Johar) ના ઘરે થયેલી બોલીવુડ સેલિબ્રિટીઝની પાર્ટીના વાયરલ વીડિયો (Viral Video)નો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ને મળી ગયો છે.
નવી દિલ્હી: ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર (Karan Johar) ના ઘરે થયેલી બોલીવુડ સેલિબ્રિટીઝની પાર્ટીના વાયરલ વીડિયો (Viral Video)નો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ને મળી ગયો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કોઇ નશીલા પદાર્થની પુષ્ટિ થઇ નથી.
ગુજરાતના ગાંધીનગર FSL એ પોતાની ફાઇનલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વીડિયોમાં ડ્રગ્સ જેવા કોઇ પદાર્થ અથવા અન્ય મટેરિયલ જોવા મળ્યું અંથી. આ ફક્ત સફેદ રંગની ઇમેજ રિફ્લેક્શન ઓફ છે. સૂત્રોના અનુસાર સ્ટાફનો પણ કોઇ સંદિગ્ધ શખ્સ વીડિયોમાં જોવા મળતો નથી. તમને જણાવી દઇએ કે અકાળી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ આ વાયરલ વીડિયો પર આપત્તિ વ્યક્ત કરી એનસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારબાદ એજન્સીએ વીડિયોને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલતાં પોતાની તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આ વીડિયો 2018નો છે જે ફિલ્મમેકર કરણ જોહરના ઘર થયેલી પાર્ટી દરમિયાન વાયરલ થઇ હતી. જોકે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બીજી ફોરેન્સિક રિપોર્ટમાં એ સ્પષ્ટ થઇ ગયું છે તે દરમિયાન કોઇ ડ્રગ્સનો ઉપયોગ થયો ન હતો.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube