Hyderabad theatre tragedy: દક્ષિણના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ને લઈને જબરદસ્ત માહોલ બનેલો છે, પરંતુ આ કડીમાં હૈદરાબાદમાં થયેલા ફિલ્મના પ્રીમિયરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. તેમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે તેમનો દીકરો હોસ્પિટલમાં જિંદગી સામે ઝઝૂમી રહ્યો છે. હૈદરાબાદના રહેવાસી શ્રીતેજની માતા રેવતીનો મૃતદેહ મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. શ્રીતેજના પિતા અંદરથી તૂટી ચૂક્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે બુધવાર રાત્રે પુષ્પા 2: ધ રૂલ ના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં ભાગદોડ મચી હતી, જેમાં રેવતીનું મોત થયું હતું. આ પરિવારની કહાનીનો એક માર્મિક પહેલ એ પણ છે કે આ મહિલાએ થોડાક સમય પહેલા જ પોતાનું લિવર દાન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ પ્રીમિયરમાં મચી ભાગદોડ
અસલમાં પુષ્પા 2ના પ્રીમિયર હૈદરાબાદમાં થયું ત્યાં ભાગદોડ મચી હતી. તેમાં આ ઘટના બની છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાની એક રિપોર્ટ મુજબ જે મહિલાનું મોત થયું, તેમના પતિ ભાસ્કરે જણાવ્યું કે 2023માં તેમની તબિયત બગડી હતી, જેના કારણે રેવતીએ પોતાનું લિવર દાન કરી તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે તે મારા માટે જીવતી હતી, પરંતુ હવે તે રહી નથી.


આખો પરિવાર અલ્લૂ અર્જનનો ફેન
રિપોર્ટ પ્રમાણે આ આખો પરિવાર અલ્લૂ અર્જુનનો પ્રશંસક છે. બુધવારે 9 વર્ષના શ્રીતેજ અને તેમની બહેન સાન્વીએ ફિલ્મ જોવાની જીદ કરી હતી. પરિવારે સંધ્યા થિયેટરમાં પ્રીમિયરનો પ્લાન બનાવ્યા, જ્યાં અલ્લૂ અર્જુન ખુદ હાજર હતો. આ તમામ વાતો વચ્ચે થિયેટરમાં અચાનક ભાગદોડ મચી ગઈ. તેમાં રેવતી અને શ્રીતેજ ભીડમાં ફસાઈ ગયા.


આ ઘટના વચ્ચે સાન્વી રોવા લાગી તો તેમના પિતા તેણે નાના-નાનીના ઘરે છોડવા ગયા. તેમણે જણાવ્યું કે, પાછો ફર્યો તો ત્યાં મારી પત્ની અને દીકરો મને મળ્યા નહોતા. છેલ્લે ફોન પર રેવતીએ કહ્યું હતું કે તે થિયેટરની અંદર છે. તેમનું માનવું છે કે રેવતીએ પોતાના દીકરાને બચાવવાની કોશિશમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.


હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યો છે દીકરો
ભાસ્કરે જણાવ્યું હતું કે, કોઈએ મને એક વીડિયો દેખાડ્યો, જેમાં શ્રીતેજને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉઠાવ્યો હતો. પછી તેણે પોલીસ ગાડીમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે બેભાન હતો. તેમના દીકરાને ગંભીર હાઈપોક્સિયા અને ફેંફસામાં ઈજાની આશંકા છે. ભાસ્કરે જણાવ્યું કે રેવતીના મોતની ખબર તેમણે ગુરુવાર બપોરે 2.30 વાગે મળી. હવે ભાસ્કર પોતાની દીકરી સાન્વી માટે મજબૂત બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે. એક સંબંધીએ જણાવ્યું હતું કે સાન્વી અત્યારે પણ આ શોકમાંથી બહાર આવી શકી નથી.