22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો શું છે મામલો?

Pushpa 2 New Song Deleted: અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ફસાઈ છે. પહેલા પ્રીમિયર દરમિયાન ભાગદોડનો મામલો સામે આવ્યો અને હવે આ ફિલ્મના સોન્ગને લઈને હંગામો મચ્યો છે, જે રિલીઝ થયાના 22 દિવસોની અંદર ડિલીટ કરી દેવામાં આવ્યું છે. આખરે શું છે સંપૂર્ણ મામલો? ચલો જાણીએ...
Pushpa 2 New Song Deleted After Controversy: અલ્લૂ અર્જુ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2; ધ રૂલ પોતાની રિલીઝ થયાના પહેલાથી જ વિવાદોમાં છવાયેલી રહી છે. ભલે ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી હોય, પરંતુ ફિલ્મને લઈને વિવાદ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાના મોતનો મામલો હજું શાંત પડ્યો નથી ત્યાં બીજી એક મુસીબત સામે આવી ગઈ છે. જેમાં ફિલ્મના એક સોન્ગ "દમુન્તે પટ્ટુકોરા" ને લઈને વિવાદ ઉભો થયો છે. સોન્ગમાં પુષ્પારાજ શેખાવતને પડકારી રહ્યા છે.
તે કહે છે કે, 'અગર તુમમેં હિમ્મત હૈ, તો મુજે પકડ લો', જો કે આ ગીત ફિલ્મમાં ફહદ ફૈસીલના પાત્ર એસપી ભંવર સિંહ શેખાવત માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે એક મોટો વિવાદ સર્જ્યો છે, જેના પછી નિર્માતાઓએ આ ગીતને યુટ્યુબ પરથી હટાવવું પડ્યું. વાસ્તવમાં નેટીઝન્સ આ ગીત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું મેકર્સ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પોલીસ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ વિવાદને કારણે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું.
'તાબડતોડ કમાણી કરી રહી છે પુષ્પા 2'
અલ્લુ અર્જુનને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર 4 અઠવાડિયા માટે વચગાળાની જામીન મળી હતી, પરંતુ દસ્તાવેજી કાર્યવાહીમાં મોડું થવાના કારણે તેમણે એક રાત જેલમાં રહેવું પડ્યું હતું. આ ઘટના બાદ ન્યાયની માંગને લઈને પ્રદર્શનકારીઓએ તેમના ઘરની બહાર તેમની પ્રોપર્ટીમાં તોડફોડ કરી, ત્યારબાદ તેમના ઘરની બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. ફિલ્મના રિલીઝ થયાના 22 દિવસની અંદર બાહુબલી 2નો રેકોર્ડ તોડતા વર્લ્ડવાઈડ 1700 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.