નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ આ દિવસોમાં કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ '83'માં જોવા મળશે તો તે એસિડ એટેક સરવાઇવર લક્ષ્મી અગ્રવાલન બાયોપિક 'છપાક'નું પણ શૂટિંગ પૂરુ કરી ચુકી છે. તેવામાં હવે બની શકે કે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ એક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનની બાયોપિકમાં જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે વિચારી રહ્યાં હશો કે અમે ક્યાં ખેલાડીની વાત કરી રહ્યાં છીએ તો જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યાં છીએ બેડમિન્ડન વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુની. આપણા દેશની સ્ટાર પીવી સિંધુએ એક વાતચીતમાં જણાવ્યું કે તે પોતાની બાયોપિકમાં દીપિકા પાદુકોણને મુખ્ય ભુમિકા નિભાવતી જવા ઈચ્છે છે. 


પીવી સિંધુએ આ વાત તે દરમિયાન કરી જ્યારે તેને સોનૂ સૂદ દ્વારા તેની બાયોપિક પર ચાલી રહેલા કામને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે જણાવ્યું કે તે ઈચ્છે છે કે સ્ક્રીન પર તેની ભૂમિકા દીપિકા પાદુકોણ નિભાવે. કારણ કે દીપિકા એક એવા પરિવારથી આવે છે જ્યાં બેડમિન્ટનની લાક્ષણિકતાનો તેને બાળપણથી ખ્યાલ છે. સાથે દીપિકા પોતે પણ એક શાનદાર બેડમિન્ટન પ્લેયર છે. 



મહત્વનું છે કે 2 વર્ષથી સોનૂ સૂદ પીવી સિંધુની બાયોપિકને લઈને તૈયારી કરી રહ્યો છે. તેણે જાહેરાત કરી હતી કે સોનૂ સૂદ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ પર એક બાયોપિક બનાવશે. 


પોતાની મહત્વકાંક્ષી યોજના વિશે વાત કરતા અભિનેતા-નિર્માતાએ કહ્યું હતું, 'જ્યારે સિંધુએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો, તો મેં તેના પર એક બાયોપિક બનાવવા વિશે વિચાર્યું અને શોધ કરવાનું શરૂ કર્યું હતું. તેની યાત્રા વિશે જાણવુ રોમાંચક છે, જેમ કે દરરોજ 50 કિલોમીટર દૂર બેડમિન્ટન કેમ્પમાં જઈને અભ્યાસ કરવો. આ જાણીને અમે ફિલ્મ બનાવવા વિશે પ્રેરિત થયા.'



પરંતુ હાલમાં માહિતી આવી હતી કે દીપિકા '83' બાદ થોડા સમય માટે કોઈ ફિલ્મ સાઇન કરવા તૈયાર નથી. પરંતુ સોનૂ સૂદે તે જરૂર જણાવ્યું હતું કે તે કોચના રૂપમાં અક્ષય કુમારને લેવા માટે વાત કરી રહ્યો છે. જેની હજુ ખાતરી થઈ શકી નથી.