Amitabh Bachchan Rejected Queen Elizabeth II Invitation: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ 96 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી. દુનિયાભરમાં તેમના નિધનથી શોકની લહેર ફેલાઈ ગઈ છે. એક યુગનો અંત થયો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એલિઝાબેથ દ્વિતિયના નિધનની ખબર જાણીને મહાનાયક અમિતાભ બચ્ચન પણ અફસોસ કરશે એ ચોક્કસ છે. વાત જાણે એમ છે કે મહારાણી એલિઝાબેથે અમિતાભ બચ્ચનને એકવાર આમંત્રણ આપ્યું હતું પણ બિગ બીએ તેને ફગાવી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કેમ ફગાવ્યું હતું આમંત્રણ
ક્વીન એલિઝાબેથે શાહી પરિવાર તરફથી બંકિઘમ પેલેસમાં વર્ષ 2017 ના ફેબ્રુઆરીના અંતમાં એક શાનદાર ઈવેન્ટ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર (UK-India year of Culture) રાખી હતી. જેમાં દુનિયાભરમાંથી ગણતરીના મહેમાનોને આમંત્રણ અપાયું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ તેમા આમંત્રણ અપાયું હતું. જો કે અમિતાભ બચ્ચને મહારાણીના આ ગ્રાન્ડ આયોજનના આમંત્રણને ફગાવ્યું હતું. 


આપ્યું હતું આ કારણ
મહારાણીનું આ આમંત્રણ ઠુકરાવવા પાછળ અમિતાભ બચ્ચનના પબ્લિસિસ્ટે નિવેદન બહાર પાડીને કારણ આપ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે 'જી હા, મિસ્ટર બચ્ચનને મહારાણી એલિઝાબેથ તરફથી બંકિઘમ પેલેસમાં આયોજિત UK-India year of Culture રિસેપ્શન ના કાર્યક્રમમાં સામેલ થવા માટે ખુબ જ ખાસ આમંત્રણ મળ્યું છે, પરંતુ કમનસીબે પોતાના પહેલેથી કરવામાં આવેલા કમિટમેન્ટ્સના કારણે તેઓ તેમાં ભાગ લઈ શકશે નહીં.'


Balmoral Castle માં લીધા છેલ્લા શ્વાસ
અત્રે જણાવવાનું કે ગુરુવારે જ મહારાણી એલિઝાબેથ દ્વિતિયની તબિયત નાજુક હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ તેમને તરત જ ડોક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવ્યા અને ધીરે ધીરે તેમની તબિયત બગડવા લાગી હતી. મહારાણી પોતાના અંતિમ સમયમાં Balmoral Castle માં હતાં જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube