ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાની શાનદાર અદાકારીથી સૌને કાયલ કરી દીધા છે. તેમણે પેડમેનમાં એક સીધીસરળ ગામની યુવતીથી લઈને લસ્ટ સ્ટોરીઝની બિન્દાસ મહિલા સુધીના અનેક પાત્ર પડધા પર નિભાવ્યા છે. આ પાત્રોએ રાધિકા આપ્ટેને અલગ ઓળખ આપી છે. તેમના ફેન્સમાં વધારો થયો છે. થોડા સમય પહેલા આવેલી પાર્ચ્ડ ફિલ્મમાં રાધિકા આપ્ટેએ ન્યૂડ સીન આપ્યો હતો. તેનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે લવ મેકિંગ સીન કરતા જોવા મળ્યા હતા. જોકે, રાધિકા આપ્ટેનું કહેવુ છે કે, આ વીડિયો લીક થયા બાદ તે માનસિક રૂપથી પ્રભાવિત થઈ હતી. કેમ કે, તેમના ડ્રાઈવર અને વોચમેન પણ તેમને અલગ નજરથી જોવા લાગ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં પાર્ચ્ડમાં રાધિકા આપ્ટેએ એક ગામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેમણે એક ન્યૂડ સીન શૂટ કર્યો હતો. જે લીક થયો હતો. આ સીનની ક્લીપ જોતા જ વાયરલ થઈ ગઈ હતી. એક લીડિંગ મેગેઝીન સાથે વાત કરતા રાધિકા આપ્ટેએ જણાવ્યું કે, તેઓ પાર્ચ્ડ જેવા રોલ કરવા માગતી હતી, કારણ કે જ્યારે બોલિવુડમાં કોઈ આવે છે તો લોકો તેને સલાહ આપે છે કે તે પોતાના બોડીમાં કેવી રીતે બદલાવ કરે. તે ક્યારેય પોતાનો ચહેરો અને બોડી સાથે છેડછાડ કરવા માંગતા નથી. કેમ કે, તેઓ જેવા છે તેમ સુંદર છે. 


રાધિકા આપ્ટેએ વધારામાં જણાવ્યું કે, જ્યારે મારી ન્યૂડ ક્લિપ વાયરલ થઈ ત્યારે હું ફિલ્મની શુટિંગ કરી રહી હતી. લોકોએ મને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જેને કારણે હું પરેશાન થઈ ગઈ હતી. હું 4 દિવસો સુધી મારા ઘરમાંથી બહાર નીકળી ન હતી. મીડિયાએ મારા વિશે ઘણુ બધુ લખ્યું હતું. પરંતુ મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા ડ્રાઈવર અને વોચમેન પણ મને વીડિયો ક્લિપને કારણે અલગથી જોવા લાગ્યા હતા. એટલુ જ નહિ, મારા હેર સ્ટાઈલિસ્ટે પણ મારી ક્લિપ જોઈ હતી.