Radhika Apte એ ફોટો શેર કરી પોતાની જાતને દેડકો ગણાવી, યૂઝરે ટ્રોલ કરતા પૂછ્યું- પેન્ટ ક્યાં છે?
બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીને દરેક ફિલ્મને લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીને દરેક ફિલ્મને લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે. ખાસ કરીને ટ્રોલર્સ તેના પર નિશાન સાધી રહ્યા છે. આ ફોટામાં તે એક દેડકાની બાજુમાં બેઠી છે અને બિલકુલ દેડકા જેવો જ પોઝ આપી રહી છે. પરંતુ આ તસવીરમાં તેના કપડાં જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
રાધિકાએ શેર કર્યો ફોટો
રાધિકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે એક પિંક અને વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે દરેક જાનવર છે, હું દેડકા જેવી દેખાઉ છું અને તમે? આ તસવીર પર લોકો ખુબ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે તો તેના પેન્ટ પર જ સવાલ પૂછી નાખ્યો.
લીક થઈ હતી ન્યૂડ ક્લિપ
અત્રે જણાવવાનું કે રાધિકા મોટા ભાગે પોતાના દિલની વાત ખુલીને બોલતી જોવા મળે છે. થોડા સમય પહેલા તેની એક ન્યૂડ ક્લિપ લીક થઈ હતી. આ ક્લિપ'Clean Shaven' ફિલ્મની હતી. ક્લિપ વાયરલ થઈ ગઈ. જેથી કરીને રાધિકાની મુશ્કેલીઓ વધી ગઈ. રાધિકાએ તે અંગે પણ ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેણે કેવી મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube