મુંબઇ: એક્ટ્રેસ રાધિકા મદાન તેની ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’નું ટોરંટો ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઇએફએફ)માં સિલેક્ટ થવા પર એક્સાઇટેડ છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ફિલ્મને ટીઆઇએફએફ 2018માં વર્લ્ડ પ્રીમિયર માટે પંસદ કરવામાં આવી છે. રાધિકાએ આઇએએનએસને આપેલા એક નિવેદનમાં કહ્યું, ‘એક એક્ટ્રેસના રૂપમાં ટોરંટોમાં આવા રેપુયેડ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે ખુબ એક્સાઇટેડ છું. ફિલ્મને ગ્લોબલ બ્રોડકાસ્ટ અને તેના દર્શકોથી પ્રતિક્રિયા મળતા અનુભવ ખુબ અદ્ધભુત હશે.’’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશાલ ભારદ્વાજની પટાખાથી બોલીવુડમાં પદાર્પણ કરી રહેલી રાધિકાએ કહ્યું હતું કે, ‘‘ આ માર કરિયરનો ખુબ સુંદર સમય છે, જ્યારે મારી બે ફિલ્મો એક પછી એખ રિલીઝ થઇ રહી છે. આ સપના જેવું છે.’’ તમે પણ જુઓ ફિલ્મનું ટ્રેલર....



‘મર્દ કો દર્દ નહીં હોતા’ એક એવા માણસની સ્ટોરી છે જેને દર્દ થતો નથી. ‘આરએસવીપી ફિલ્મ્સ’ની ફિલ્મના નિર્દેશન વસનવાળાએ કર્યું છે. ફિલ્મની સ્ક્રીનિંગ ટીઆઇએફએફમાં આગળના અઠવાડીએ કરવામાં આવશે. આ ફિલ્મમાં અભિમન્યુ દાસાની પણ છે. અભિમન્યુ ‘મેંને પ્યાર કિયા’ ફેમ ભાગ્યશ્રીનો દિકરો છે.


ફિલ્મમાં એક્ટ્રેસ રાધિકા મદાન અને સાન્યા મલ્હોત્રા બે બહેનોનો રોલ પ્લે કરતી જોવા મળશે. ફિલ્મ ‘પટાખા’ એક દેશી સ્ટોરીને દર્શાવે છે. આ ફિલ્મ બે સગી બહેનો પરની સ્ટોરી છે. જે એક બીજાને ખુબ નફરત કરે છે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત સુનીલ ગ્રોવર પણ કોમેડી કરતા જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે.