Isha Ambani Mehndi look: બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નના એક પછી એક ફંક્શન ધામધૂમથી થઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યા છે. તે પહેલા તેમના અલગ અલગ ફંક્શન પરિવારના લોકો અને મહેમાનો માણી રહ્યા છે. આ ફંકશનના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ


સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નના અલગ અલગ ફંક્શનની તસવીરો જ જોવા મળે છે. જેમાં સૌથી વધુ વાયરલ રાધિકા મર્ચન્ટનો હલ્દી લુક અને ઈશા અંબાણીનો મહેંદી લુક થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણીની તસ્વીરો છવાઈ ગઈ છે. હલ્દી ફંક્શનમાં રાધિકા મર્ચન્ટે લાઈમલાઈટ લૂંટી લીધી હતી તો મહેંદીમાં ઈશા અંબાણીએ પોતાની માં નીતા અંબાણીનો કુંદન હાર પહેરીને રોયલ અંદાજ દેખાડ્યો. 


આ પણ વાંચો: જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?


ઇશા અંબાણીના મહેંદી ફંક્શનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આ ફોટોમાં ઈશા અંબાણી ગ્રીન અને ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળે છે. સાથે જ તેણે વ્હાઇટ બ્લાઉઝ મેચ કર્યું છે. ઇશા અંબાણીના લહેંગા પર ગોલ્ડન જરી વર્કથી કમળના ફૂલ બનાવવામાં આવ્યા છે. સાથે દુપટ્ટા પર ગોલ્ડન કામ કરવામાં આવ્યું છે. ઈશા અંબાણીએ આ ડિઝાઇનર લહેંગા સાથે તેની માતા નીતા અંબાણીનો કુંદન હાર કેરી કર્યો હતો. જે તેના લુકને કંપ્લીટ કરે છે.



ઈશા અંબાણીની આ સુંદર તસવીરો જોત જોતામાં વાઇરલ થવા લાગી છે. ઈશા અંબાણી આ રોયલ લુકમાં સાઉથ ઇન્ડિયન ટચ સાથે ખૂબ જ સુંદર લાગે છે. ઈશા અંબાણીએ લાંબી ચોટી પર ગોલ્ડ જ્વેલરી કેરી કરી હતી. ઇશા અંબાણીએ ગોલ્ડ જ્વેલરીની સાથે વાળમાં ગજરો પણ લગાડ્યો હતો. જે તેના લૂકમાં ચાર ચાંદ લગાડે છે. ઈશા અંબાણીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે.