Raha Kapoor video: બોલીવુડના પાવર કપલમાંથી એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર તેની ક્યુટનેસથી લાખો લોકોનું દિલ જીતી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ પર પહેલી વખત રણવીર કપૂર અને આલિયા ભટ્ટે તેની દીકરીનો ચહેરો લોકોને દેખાડ્યો હતો. ત્યાર પછીથી રાહા કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેમાં પણ હાલ તેનો જે વિડીયો વાયરલ થયો છે તેને જોઈને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી પર લાખો લોકો ફિદા થઈ ગયા છે. નાનકડી રાહાનો સૌથી ક્યુટ વિડિયો ઈન્ટરનેટ પર છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આલિયા ભટ્ટ અને રણવીર કપૂર તાજેતરમાં જ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આલિયા ભટ્ટે રાહા કપૂરને તેડેલી હતી. જ્યારે રાહા એ પૈપરાઝીને એરપોર્ટ પર જોયા તો એવું રિએક્શન આપ્યું કે જેને જોઈને આલિયા ભટ્ટ પણ હસી પડી. આ વિડીયો જોતજોતામાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયો. રાહા કપૂર પૈપરાઝીને જોઈને તેમને બાઈ કહી ફ્લાઈંગ કિસ કરવા લાગી. 



સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ અને રાહા કપૂર એરપોર્ટ પર જોવા મળે છે. રાહા દર વખતની જેમ એરપોર્ટ લુકમાં પણ ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. જ્યારે પૈપરાઝીએ રાહા કપૂરનું નામ લીધું તો રાહા કપૂરે સૌથી સારું રિએક્શન આપ્યું જેણે બધાનું દિલ જીતી લીધું. 


આ પણ વાંચો:


રાહા કપૂરે એરપોર્ટ પરથી પૈપરાઝીને જોઈને પહેલા હાઈ કહ્યું અને હાથ હલાવ્યો. ત્યાર પછી બધા લોકોને ફ્લાઈંગ કિસ કરી. પૈપરાજી પણ રાહા કપૂરની આ અદા પર ફિદા થઈ ગયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો રાહા કપુર પર પ્રેમ વર્ષાવી રહ્યા છે અને પોતાનું રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે હવે રાહા કપૂરને પૈપ્સ ગમવા લાગ્યા છે. કેટલાક યુઝરનું એવું કહેવું છે કે રાહા કપુર એવી સ્ટારકિડ છે જેને કોઈ નફરત ન કરી શકે.