નવી દિલ્હીઃ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી મામલામાં  (Raj Kundra Pornography Case) શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ સુનાવણીમાં બંને પક્ષોના વકીલે પોતાની વાત રાખી. આ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે શનિવારે બોમ્બે હાઈકોર્ટને જાણ કરી કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 48 TB ડેટા રિકવર કર્યો છે, જેમાં બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો જપ્ત કરી છે. સાથે તેમણે રાજ કુન્દ્રા અને રયાન થોરપે (Ryan Thorpe) ની ધરપકડનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વોટ્સએપ ગ્રુપ અને ચેટને ડિલીટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે પૂરાવા નષ્ટ કરવામાં આવી રહ્યાં હતા, જેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને મળી છે અશ્લીલ ફિલ્મો
તે દાવો પણ કરવામાં આવ્યો છે કે એકાઉન્ટન્ટે રાજ કુન્દ્રાની ધરપકડના આગામી દિવસે ડેટા ડિલીટ કર્યો હતો. ન્યાયમૂર્તિ અજય ગડકરીની પીઠ સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યુ કે, બંને એટલે કે રાજ કુન્દ્રા અને રયાન થોરપે પર પોર્ન સ્ટ્રીમિંગ કન્ટેન્ટના ગંભીર અપરાધનો આરોપ છે. પોલીસે ફોન અને સ્ટોરેજ ડિવાઇઝમાંથી કન્ટેન્ટ જપ્ત કર્યું છે. સાથે તેમણે કહ્યું કે, રાજ કુન્દ્રાના બનેવી પ્રદીપ બખ્શી સાથે ઈમેલ સંદેશના માધ્યમથી વાત થઈ હતી. આ વાતચીતને હોટશોટ એપને લઈને છે. પ્રદીપ બખ્શી લંડનમાં કંપનીના માલિક છે. 


આ પણ વાંચોઃ Deepika Padukone પતિ Ranveer Singh સાથે પહોંચી હોસ્પિટલ, લોકોએ કહ્યું- GOOD NEWS


રાજના વકીલે રાખ્યો તેમનો પક્ષ
પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે, પોલીસને અશ્લીલ અને બોલ્ડ વીડિયો મળ્યા છે. સાથે ઘણા ગ્રાહકોથી પ્રાપ્ત ચુકવણીની જાણકારી પણ મળી છે. આ પહેલા રાજ કુન્દ્રાના વકીલ આબાદ પોંડાએ કહ્યુ કે પોલીસે પોતાના પ્રથમ રિમાન્ડમાં કોઈ ચેટને હટાવવાનો ઉલ્લેખ કર્યો નથી અને તેને સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટ સોમવારે પણ સુનાવણી જારી રાખશે. 


શિલ્પા શેટ્ટી પહોંચી હતી બોમ્બે હાઈકોર્ટ
રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ હાલમાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી વિભિન્ન મીડિયા સંસ્તાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પતિની ધરપકડ અને તેના સંબંધમાં ખોટી, દુર્ભાવનાપૂર્વ અને માનહારિકારક વાતો લખતા રોકવાની માંગ કરી હતી. તેણે માનહાની કેસમાં 25 કરોડનું વળતર પણ માંગ્યું હતું. સાથે મીડિયા આઉટલેટને વિના શરતે માફી માંગવાનું કહ્યું હતું. તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે કહ્યું કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હજુ સુધી પોર્નોગ્રાફી રેકેટ મામલામાં ક્લીન ચિટ આપવામાં આવી નથી, જ્યાં તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા મુખ્ય આરોપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube