નવી દિલ્હીઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પરંતુ આ મામલામાં તેના પતિ પણ પાછળ નથી. રાજ કુંદ્રા (Raj Kundra) પણ વીડિયો શેર કરતા રહે છે. હાલમાં શિલ્પાના પતિએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાજ કુંદ્રા પોતાની પત્ની શિલ્પા (Shilpa Shetty-Raj Kundra Viral Video) ને માતાના ઘરે મોકલવાની યુક્તિ લગાવી રહ્યા છે. 


શિલ્પાને મોકલી ઘરની બહાર
રાજ કુંદ્રા  (Raj Kundra) એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને લોકો પણ ચોંકી ગયા અને હસી રહ્યાં છે. વીડિયોમાં રાજ પત્ની શિલ્પાને પૂછે છે કે 'સાંભળ મને લોટરી લાગશે તો તું શું કરીશ? તેના પર શિલ્પા જવાબ આપે છે કે અડધી રકમ લઈશ અને માતાના ઘરે ચાલી જઈશ. બસ શિલ્પા શેટ્ટીની આ વાતથી ખુશ થઈને રાજ કહે છે કે એક હજારની લોટરી લાગી છે. આ લે અડધી રકમ અને નીકળ અહીંથી.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube