એકસાથે ચાર બોયફ્રેન્ડ રાખજે, એક સુપરસ્ટાર પિતાએ દીકરીને સલાહ આપી હતી આ સલાહ
રાજેશ ખન્ના (rajesh khanna) બોલિવુડના પહેલા સુપરસ્ટાર કહેવાતા હતા. પડદા પર તેમનો રોમેન્ટિક અંદાજ કરોડો દર્શકોના દિલ જીતી લે છે. રાજેશ ખન્ના બહુ જ રોમેન્ટિક હતા. તેઓ પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા (dimple kapadia) ના પ્રેમમાં પડ્યા હતા, અને બાદમાં તેની સાથે જ લગ્ન કર્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :રાજેશ ખન્ના (rajesh khanna) બોલિવુડના પહેલા સુપરસ્ટાર કહેવાતા હતા. પડદા પર તેમનો રોમેન્ટિક અંદાજ કરોડો દર્શકોના દિલ જીતી લે છે. રાજેશ ખન્ના બહુ જ રોમેન્ટિક હતા. તેઓ પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા (dimple kapadia) ના પ્રેમમાં પડ્યા હતા, અને બાદમાં તેની સાથે જ લગ્ન કર્યા હતા.
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાને સંતાનમાં બે દીકરી છે. ટ્વિંકલ ખન્ના અને રિન્કી ખન્ના. જેમાંથી ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યાં છે. ટ્વિંકલ ખન્ના (twinkle khanna) એ એકવાર સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના (rajesh khanna) ના અલગ થવા છતા પણ બંને બહેનો પિતાની બહુ જ નજીક રહી હતી.
ટ્વિંકલે કહ્યું હતું કે, રાજેશ ખન્ના દુનિયામાં તેમના માટે સૌથી સારા પિતા છે. ટ્વિંકલે પિતાનો એક યાદગાર કિસ્સો પણ શેર કર્યો હતો. જેમાં પિતા રાજેશ ખન્નાએ તેને એક સમયે ચાર બોયફ્રેન્ડ બનાવવાની સલાહ આપી હતી.
ત્યારે ટ્વિંકલ ખન્નાને એકવાર તેના પિતા રાજેશ ખન્નાએ પૂછ્યું હતું કે, શું તારો કોઈ બોયફ્રેન્ડ છે. તો પિતાના આ સવાલ પર ટ્વિંકલ ખન્ના વિચારમાં પડી ગઈ હતી કે શું જવાબ આપે. થોડીવાર બાદ રાજેશ ખન્નાએ તેને કહ્યું હતું કે, તુ એકસાથે ચાર બોયફ્રેન્ડ બનાવજે. તેનાથી તારો ફાયદો થશે. એક દિલ તૂટશે તો વધુ તકલીફ નહિ થાય.
ઉલ્લેખનીય છે કે, ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્નાને તલાક આપીને અલગ રહેવાનો વિચાર કર્યો હતો. જોકે, આ પરિવાર ક્યારેય તૂટ્યો ન હતો.