નવી દિલ્હી: કંગના રનૌત અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ 'જજમેંટલ હૈ ક્યા' શું ટ્રેલર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે કે આ મર્ડર મિસ્ટ્રી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. રિલીખ થતાં જ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર નંબર વન ટ્રેંડિંગ લિસ્ટ પર કબજો જમાવી દીધો છે. તમને જણાવી દઇએ કે કંગના અને રાજકુમાર રાવની આ ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મને ટોલીવુડના ફેમસ ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુદીઈ ડાયરેક્ટ કરી છે. તેને 'સાઇઝ ઝીરો' જેવી ફિલ્મ બનાવવા માટે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ફિલ્મની ટીમે પોતાના સોશિયમ મીડિયા એકાઉન્ટ પર ટ્રેલરને શેર કર્યું છે. ગત થોડા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મનું નામ પણ ચેંજ કરવામાં આવ્યું છે. એટલું જ નહી ટ્રેલર જોયા બાદ લોકો ફિલ્મને સુપરહિટ ગણાવી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે કંગના અને રાજકુમાર રાવની જોડી ફરી એકવાર બોક્સ પર આગ લગાવવા માટે તૈયાર છે. 



તમને જણાવી દઇએ કે ફિલ્મની કહાની એક મર્ડર મિસ્ટ્રી છે. જેમાં કંગના અને રાજકુમાર પ્રાઇમ સ્પસ્પેક્ટ છે. તો બીજી તરફ સતીશ કૌશિક ફિલ્મમાં એક પોલીસ ઓફિસરના રોલમાં કંગના અને રાજકુમારના કેસને ઉકેલતાં જોવા મળશે. ક્વીન બાદ આ રાજકુમાર અને કંગનાની એકસાથે બીજી ફિલ્મ હશે. ફિલ્મને લઇને ફેન્સની આતુરતા 26 જુલાઇ 2019ના રોજ પુરી થઇ જશે.