Raju Srivastav Health Updates: જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની અચાનક તબીયત બગડતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતાં. તેમનું તબીયત વધારે નાજુક હોવાથી કેમને લેન્ટિલેટર પર મુકવાની ફરજ પડી છે. હાલ તેઓને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ પર રાખીને સારવાર અપાઈ રહી છે. તેમની તબીયત પહેલાં કરતા પણ વધારે નાજુક છે. તેમની તબીયતમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે અને તેમને AIIMSમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે ડોકટરોએ એન્જીયોગ્રાફી કરી ત્યારે રાજુ શ્રીવાસ્તવના હૃદયના મોટા ભાગમાં 100% બ્લોકેજ હતું. રાજુ શ્રીવાસ્તવને બુધવારે કાર્ડિયાક અકેટ આવ્યો હતો. વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી.


કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારે જિમમાં વર્કઆઉટ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેમને તરત જ દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી, ચાહકો રાજુ શ્રીવાસ્તવના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે ઉત્સુક છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.


રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે દિલ્હીના એક જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. જ્યારે તે ટ્રેડમિલ પર દોડી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની છાતીમાં જોરદાર દુખાવો થયો અને તે નીચે પડી ગયા હતા. જેથી રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના પીઆરઓએ માહિતી આપી હતી કે રાજુ શ્રીવાસ્તવ કેટલાક નેતાઓને મળવા માટે દિલ્હીમાં રોકાયા હતા. બુધવારે સવારે તેઓ જીમ ગયા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી.


મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવને AIIMSના કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. રાજુ શ્રીવાસ્તવની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેમાં તેમના હૃદયના મોટા ભાગમાં 100% બ્લોકેજ જોવા મળ્યું હતું. ડોક્ટરનું કહેવું છે કે રાજુ શ્રીવાસ્તવની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે અને તેથી જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 


1988માં અભિનયની શરૂઆત કરી, 2014માં ભાજપમાં જોડાયા-
રાજુ શ્રીવાસ્તવ માત્ર કોમેડિયન જ નહીં પણ એક્ટર અને પોલિટિશિયન પણ છે. 1988માં નાની ભૂમિકાઓથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાજુ શ્રીવાસ્તવ સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં જોવા મળ્યાં હતાં. બાદમાં તેણે કેટલીક વધુ ફિલ્મો કરી અને પછી કોમેડીમાં પ્રવેશ કર્યો. રાજુ શ્રીવાસ્તવને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી કા મહા મુકબલા જેવા શો થી ઓળખ મળી. તે 'બિગ બોસ 3' અને 'નચ બલિયે' જેવા શોમાં પણ જોવા મળ્યા હતા. અંગત જીવનની વાત કરીએ તો તેણે 1993માં લખનઉની રહેવાસી શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.