નવી દિલ્હી: એક્સેલ એન્ટરટેનમેન્ટની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'તૂફાન' વર્ષ 2020ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે જે એક બોક્સરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે અને એવામાં નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પહેલા શોટનો મેકિંગ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ મેકિંગનો એક નાનકડો વીડિયો શેર કરતાં લખ્યું કે, "#Toofan - getting ready for the first shot always - nervous "
 



''તૂફાન'ની આખી ટીમ એકતરફ દમદાર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સાથે દર્શકોના હોશ ઉડાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ફિલ્મની શૂટિંગ ડોંગરીની ઝુંપડપટ્ટીથી લઇને ગેટવે ઓફ ઇન્ડીયા જેવા વાસ્તવિક સ્થળો પર મુંબઇમાં કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ફરહાન અખ્તર દર વખતે બીટીએસ તસવીરો દ્વારા તૂફાનના સફર જોડાયેલી અપડેટ પોતાના પ્રશંસકોની સાથે શેર કરતા રહે છે.


 



આ બીજીવાર છે જ્યારે ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મેહરા 'ભાગ મિલ્ખા ભાગ' બાદ, એક સાથે કામ કરી રહ્યા છે. ગત મહિને તૂફાનના નિર્માતાઓએ ફિલ્મમાંથી તેમના પાત્રનો પહેલો લુક રિલીઝ કર્યો હતો, જેથી દર્શકોની ઉત્સુકતાને દસ ગણી વધારી દીધી છે.


આ.ઓ.એમ.પી પિક્ચર્સની સાથે એસોસિએશનમાં એક્સેલ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનની ફિલ્મ 'તૂફાન' રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત છે અને 2 ઓક્ટોબર 2020માં રિલીઝ થવા માટે તૈયાર છે.