નવી દિલ્હી: રણબીર કપૂર અને અલિયા ભટ્ટના લગ્ન તાજેતરમાં સૌથી હોટ ટોપિક બન્યો છે. લગ્નને લઇને તૈયારીઓ સતત ચાલી રહી છે અને લગભગ સગા-સંબંધીઓ પણ પ્રસંગમાં સામેલ થવા ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આ વચ્ચે બોલીવુડની 'ડ્રામા ક્વિન'ના નામથી જાણીતી રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાખી રણબીર કપૂર પાસેથી મોટી રકમ માંગતી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોરી કરશે જૂતા
રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે કે તે રણબીર કપૂરના જૂતા ચોરી કરશે.


પોતાને કહે છે રણબીરની સાળી
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણબીરની સાળી બની રાખી સાવંતે કહ્યું- હું જૂતા ચોરી કરીશ અને મને 1 લાખ રૂપિયા જોઇએ. ત્યારબાદ એક્ટ્રેસે તરત તેની વાત પરથી પલટી મારી અને કહે છે કે મને 1 કરોડ રૂપિયા જોઇએ ત્યારે હું જૂતા પાછા આપીશ.



એક્સાઈટેડ છે રાખી
રાખી સાવંતનો વધુ એક વીડિયો ઘણો ચર્ચામાં છે. આ વીડિયોમાં રાખી સાવંત 'મહેંદી લગાકર રખના' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ રાખીએ કહ્યું- આ ખાસ પ્રસંગે આલીયા સબ્યસાચીનો લહેંગો પહેરવાની છે, જેમાં તે ખુબ જ હોટ લાગવાની છે. ત્યારે રણબીર કપૂર પણ કમાલનો દેખાવાનો છે.



રાખીએ ખરીદી લક્ઝરી કાર
રાખી સાવંતે હાલમાં જ એક કારનો વીડિયો શરે કર્યો હતો. આ કાર BMW X1 હતી. વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે, તેને આ કાર ગીફ્ટ મળી છે. એક્ટ્રેસે વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું- મારી નવી કાર મારી પ્રેમીએ મને ગિફ્ટ આપી છે. જો કે, આ કન્ફર્મ નથી કે તેને આ કાર કોણે ગીફ્ટ આપી છે. આ સાથે જ ફેન્સ પણ રાખીને કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે, તેને આ કાર કોણે ગિફ્ટમાં આપી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube