ભારત-પાકિસ્તાનની તકરારમાં વચ્ચે કુદી રાખી સાવંત, કહ્યું કે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી પરિસ્થિતિ પ્રવર્તે છે
મુંબઈ : પુલવામા એેટેકના જવાબમાં બાલાકોટ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ સંજોગોમાં બોલિવૂડ સ્ટાર્સ અલગઅલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક સિતારાઓએ પાકિસ્તાનને પાઠ ભણાવવની હિમાયત કરી છે તો કેટલાક સેલિબ્રિટી શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે.
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે કુખ્યાત રાખી સાવંતે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવ વિશે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે હું વધારે તો કહી નથી શકતો પણ મારા દેશ માટે જીવ આપી શકું છું. હું દુશ્મનના વિસ્તારમાં 50થી 100 બોમ્બ લઈ જઈને તેમના પર એટેક કરીને હું તેમનો ખાતમો બોલાવી શકું છું.
ચંબલની ઘાટીમાં દબાયેલાં ચિત્કારના ડૂમાની લાંબી લચ્ચક કહાની છે સોનચિડીયા !
પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બિગ-બીએ એક બે નહીં પરંતુ 118 ભારતીય ધ્વજ તેમના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ વોલ પર લાગવી ભારતના વીરોને સલામી આપી હતી.