રાખી પર તૂટ્યો મુસીબતોનો પહાડ! આદિલ બાદ હવે બેસ્ટ ફ્રેન્ડે કરી પોલીસ ફરિયાદ
રાખી સાવંતના પતિ આદિત દુરાનીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ રાખી પર ગંભીર આરોપ લગાવ્યા. તેના બે દિવસ બાદ હવે રાખીની બેસ્ટ ફ્રેન્ડે તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ત્યારે હવે રાખીની મુસીબતો વધી રહી હોય તેવું લાગે છે.
રાખી સાવંત તેના બોલ્ડ અંદાજ અને બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે. રાખી કઈ પણ કરતા પહેલા વધુ વિચારતી નથી. તે ખુબ બેફ્રિક છે અને હાલ રાખી સાવંત હવે ફરીથી એકવાર પતિને લઈને ચર્ચામાં આવી ગઈ છે. અચાનક લગ્ન, પછી મારપીટનો મામલો અને ત્યારબાદ પતિના જેલમાં પહોંચી જવાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા હતા. હવે રાખીનો પતિ આદિલ દુરાની જેલમાંથી બહાર આવી ગયો છે અને તેણે બહાર આવતાની સાથે જ રાખી સાવંત પર ગંભીર આરોપ લગાવ્યા. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ હવે તેની વિરુદ્ધમાં થઈ ગઈ છે. તેણે રાખી વિરુદ્ધ એક મોટું એક્શન લીધુ છે.
રાખી સાવંતની ફ્રેન્ડ રાજશ્રીએ તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. પેપરાઝી વિરલ ભાયાણીએ રાખી સાથે વાત કરી છે. તેના પર વાત કરતા રાખીએ કહ્યું કે તને હંમેશા પ્રેમ કરતી રહીશ રાજશ્રી. હું આ સાંભળીને આઘાતમાં છું. મારા સૌથી ખરાબ સમયમાં તે મારા પડખે રહી. એટલે સુધી કે હું પણ તેના ખરાબ સમયમાં તેની પડખે રહી. તે હંમેશા મારી મિત્ર રહેશે. હું સ્તબ્ધ છું. મને નથી ખબર કે મારી જીંદગીમાં શું ખોટું થઈ રહ્યું છે.
રાજશ્રી ખોલશે અનેક રાઝ
આ અંગે વાત કરતા રાજશ્રીએ કહ્યું કે રાખીએ તેના પતિ આદિલ દુરાનીના જેલમાંથી છૂટતા જ તેને ધમકી આપી હતી. આ સાથે જ રાજશ્રીએ કહ્યું કે તેની પાસે જણાવવા માટે હજું પણ ઘણું બધુ છે. જે તે મીડિયા સાથે શેર કરશે. હાલ રાજશ્રીનું કહેવું છે કે અનેક ચીજોને ધ્યાનમાં રાખતા તેણે એફઆઈઆર દાખલ કરી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube