Rakhi Sawant Struggle story: રાખી સાવંત આજે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રામા ક્વીન તરીકે પ્રખ્યાત છે. લોકોનું મનોરંજન કરનારી રાખી સાવંતની લાઈફ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. રાખીનું નામ આજે એક સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. કારણ કે તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો કે શું તમે એ જાણો છો કે અહીં સુધી પહોંચવા માટે રાખીએ ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો? મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાખી સાવંતના પિતા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને તેમનો પગાર એટલો ઓછો હતો કે અનેકવાર તેમણે પાડોશીના ઘરેથી ભોજન માંગવું પડતું હતું. એટલું જ નહીં રાખી સાવંતે પણ ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે માત્ર 10 વર્ષની ઉમરથી કામે લાગવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે  અમે તમને રાખી સાવંતની લાઈફ સંલગ્ન એક એવો કિસ્સો જણાવીશું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. રિપોર્ટ્સનું માનીએ તો રાખી સાવંતે વેઈટર તરીકે અનિલ અંબાણીના લગ્નમાં કામ કર્યું હતું. રાખીએ આ હાઈપ્રોફાઈલ લગ્નમાં ખાવાનું સર્વ કર્યું હતું અને આ માટે  તેને 50 રૂપિયા મહેનતાણા તરીકે અપાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ GR8 magazine સાથે વાતચીતમાં રાખીએ કહ્યું હતું કે તે 50 રૂપિયાના દૈનિક વેતને કેટરર માટે કામ કરતી હતી. તેણે ટીના અંબાણીના લગ્નમાં ફૂડ સર્વ કરવાનું કામ કર્યું હતું. રાખીને તમે લોકોનું મનોરંજન કરતા જોઈ હશે. હાલમાં જ તે બિગ બોસના ઘરમાં પણ આવી હતી અને ત્યારબાદ ટીઆરપીમાં ત્યારે જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. 


લો, થઈ ગયા રાખી સાવંતના લગ્ન! બીજા નામો ચર્ચામાં રહ્યાં અને આને પહેરાવી દીધી માળા!


TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ફેમ મેળવી ચૂકેલા આ કલાકારનું 40 વર્ષની વયે નિધન


TMKOC: તારક મહેતા...શોના ચાહકો માટે આવ્યા છે ખુશખબર, તૈયાર રહો મોટા સરપ્રાઈઝ માટે!


જો કે શું તમને એ વાત ખબર છે કે રાખી સાવંતના ઘરવાળા તો તેને ડાન્સ સુદ્ધા શીખવા દેતા નહતા. એવું કહેવાય છે કે બાળપણમાં ડાન્સ શીખવાને લઈને રાખી સાવંતની પીટાઈ પણ થઈ જતી હતી. ફિલ્મોમાં આવવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે રાખી સાવંત એક દિવસ ઘરેથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ અભિનેત્રીના ઘરવાળાઓએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જો કે આજે રાખી  પોતાના સંઘર્ષના દમ પર સફળ છે અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ પણ બનાવી ચૂકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube