કોન્ડોમ ટેસ્ટરનો બોલ્ડ રોલ કરશે આ પંજાબી એક્ટ્રેસ
- આ ફિલ્મ બહુ જ બોલ્ડ બનશે. તેમાં કોમેડીનો તડકો પણ હશે, જેમ આયુષ્યમાન ખુરાનાની ડ્રીમ ગર્લમાં જોવા મળ્યો હતો
- ફિલ્મના નામને લઈને હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ રકુલ કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા ભજવવા તૈયાર થઈ છે
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલ પોતાની નવી ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસનને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત હાલાં જ એક્ટ્રેસની નવી ફિલ્મને લઈને રોમાંચક માહિતી સામે આવી છે. રકુલ જલ્દી જ એક ફિલ્મમાં કોન્ડોમ ટેસ્ટરનો રોલ ભજવતી દેખાનાર છે. ફિલ્મને રોની સ્ક્રુવાલાની RSVP મુવીઝ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર છે. જોકે, ફિલ્મના નામને લઈને હજી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ ખબરો કહે છે કે, રકુલનું પાત્ર આ ફિલ્મમાં અલગ અને ચેલેન્જિંગ બની રહેશે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રકુલ હાલ આ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તે એક સોશિયલ કોમેડી ફિલ્મ હશે. તે એવા જ પ્રકારની ફિલ્મ હશે, જેને આયુષ્યમાન ખુરાના કરતા હોય છે. જોકે, ફિલ્મના નામને લઈને હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ ખબરોની માનીએ તો, રકુલ તેમાં કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા ભજવવા તૈયાર થઈ ગઈ છે.
ભારતમાં હજી પણ લોકો કોન્ડોમ ખરીદવામાં શરમ અનુભવે છે. ન તો એના વિશે વાત કરવા માંગે છે. ત્યારે આ ફિલ્મ બહુ જ બોલ્ડ બનશે. તેમાં કોમેડીનો તડકો પણ હશે, જેમ આયુષ્યમાન ખુરાનાની ડ્રીમ ગર્લમાં જોવા મળ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસન ઓનલાઈન પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આગામી 18 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં રકુલની સાથે અર્જુન કપૂર લીડ રોલમાં છે.