નવી દિલ્હી: ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા. પરંતુ હવે 'રામ'નું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ (Arun Govi)એ તે જમાનાની ચોંકાવનારી ઘટના જણાવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલીવિઝનના જાણિતા સીરિયલ 'રામાયણ (Ramayan)' માં મુખ્ય પાત્ર 'રામ'ની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ (Arun Govil)એ આ દરમિયાન એક બોલ્ડ ફોટોશૂટ માટે મોટી રકમની ઓફર આવી હતી. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના અનુસાર અરૂણે જણાવ્યું કે 'રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરીને બોલ્ડ ફોટોશૂટની ઓફર આવી હતી અને તેના માટે બંનેને મોટી રકમ આપવાની પણ વાત કરવામાં આવી હતી. 


અરૂણે એ પણ જણાવ્યું કે 'અમે જ્યારે રામાયણ માટે શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ઘણા મેગેજીન મને અને અન્ય કાસ્ટના સભ્યોને બોલ્ડ ફોટોશૂટની ઓફર મળતી રહી. તે લોકો એટલા ઉત્સાહિત હતા આમ કરવાના બદલામાં મોટી રકમની પણ ઓફર કરતા હતા. ત્યારબાદ અરૂણે જણાવ્યું કે આવા લોકોને તે સ્પષ્ટ ના પાડી દેતા હતા. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube